માહિતી અને પ્રસારણ મંત્રાલય

અછતની સ્થિતિમાં રાજ્યને તમામ મદદ કરવાની કેન્દ્ર સરકારની તૈયારી : પરશોત્તમભાઈ રૂપાલા


શ્રી પરશોત્તમ રૂપાલાએ ભારત સરકારની ચાર વર્ષની સિદ્ધિ દર્શાવતા ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 14 AUG 2018 6:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં ગુજરાતમાં જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તેવા વિસ્તારમાં વરસાદ પડશે અને જે વિસ્તારમાં વરસાદની અછત રહેશે તે અંગે રાજ્ય સરકારની રજૂઆત પર કેન્દ્ર સરકાર તાત્કાલિક યોગ્ય પગલા લેશે અને રાજ્યને શક્ય તમામ મદદ કરશે. શ્રી રૂપાલા ભારત સરકારના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા “સાફ નિયત સહી વિકાસ” ની થીમ પર આયોજિત તસ્વીર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

 

આ પ્રદર્શન જાહેર જનતા માટે વિના મૂલ્યે રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન, અમદાવાદ ખાતે તારીખ 14-08-2018 થી 18-08-2018ના રોજ સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લુ રહેશે. પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, લોક સંપર્ક અને સંચાર બ્યૂરોના અપર મહાનિદેશક શ્રી આર. પી. સરોજ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

NP/J.Khunt



(Release ID: 1543032) Visitor Counter : 151