માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા મંગળવારે ભારત સરકારની ચાર વર્ષની યોજનાઓ પર આયોજીત પ્રદર્શનનો શુભારંભ કરાવશે.
ભારત સરકારના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા પાંચ દિવસીય રંગીન તસવીરી પ્રદર્શનનું આયોજન કરાશે.
પોસ્ટેડ ઓન:
10 AUG 2018 4:00PM by PIB Ahmedabad
અમદાવાદ, 12 ઓગષ્ટ, 2018
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા તારીખ 14-08-2018 ના રોજ મંગળવારે ભારત સરકારની છેલ્લા 4 વર્ષની પ્રજા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી નીતિઓ અને યોજનાઓની સિદ્ધિઓ દર્શાવતા રંગીન તસવીરી પ્રદર્શનનો શુભારંભ કરાવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા – “દેશનો વધતો વિશ્વાસ – સાફ નિયત સહી વિકાસ” આ પાંચ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા તારીખ 14-08-2018ના રોજ મંગળવારે બપોરે 12.15 કલાકે શ્રી રવિશંકર રાવળ કલા અકાદમી, લો-ગાર્ડન ખાતે કરશે. આ પ્રદર્શન જાહેર જનતા માટે વિના મૂલ્યે તારીખ 14-08-2018 થી 18-08-2018ના રોજ સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લુ રહેશે. પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, લોક સંપર્ક અને સંચાર બ્યૂરોના અપર મહાનિદેશક શ્રી આર. પી. સરોજ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
NP/J.Khunt/GP
(રીલીઝ આઈડી: 1542593)
મુલાકાતી સંખ્યા : 314