PIB Headquarters
‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી
Posted On:
26 JUL 2018 5:13PM by PIB Ahmedabad
અમદાવાદ મિલિટરી સ્ટેશનમાં ગોલ્ડન કટાર ડિવિઝને 26 જુલાઈ, 2018નાં રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી અને વર્ષ 1999માં ‘કારગિલ ઓપરેશન’માં દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ ડી. આર. સોની, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, આઇડ-ડી-કેમ્પ, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સધર્ન સ્ટાર કમાન્ડે કારગિલ વિજયને શક્ય બનાવનાર બહાદુર સૈનિકોનાં બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા ગોલ્ડન કટાર વોર મેમોરિયલ પર પુષ્પમાળા અર્પણ કરી હતી.


આ પુષ્પમાળા સમારંભમાં લેફ્ટનન્ટ જનરલ આર. કે. જગ્ગા, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, જનરલ ઓફિસર કમાન્ડિંગ કોનાર્ક કોર્પ્સ અને મેજર જનરલ અનિલ પુરી, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, જનરલ ઓફિસર કમાન્ડિંગ ગોલ્ડન કટાર તેમજ સેનાનાં પીઢ અધિકારીઓ, જૂનિયર કમિશન ઓફિસરો અને ગોલ્ડન કટાર ડિવિઝનનાં જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કારિગલયુદ્ધ 06 મે, 1999નાં રોજ શરૂ થયું હતું, જે 80 દિવસ ચાલ્યું હતું. તેમાં ભારતીય સૈનિકોની સાહસિકતા, ત્યાગ અને બલિદાનની ભાવના જોવામળી હતી. યુદ્ધનાં અંતે ભારતીય સેના ઘુસણખોરોને હાંકી કાઢવામાં સફળ થઈ હતી. આ યુદ્ધ પડકારજનક અને ભયાનક એવી 13,000થી 18,000 ફીટની અભેદ્ય ઊંચાઈ પર ખેલાયું હતું.
દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ (વિજય દિવસ) તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ આ ‘ભવ્ય વિજય’ની ઉજવણી કરવાનો છે.
(Release ID: 1540295)