સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દિન દયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત

Posted On: 22 JUN 2018 5:10PM by PIB Ahmedabad

અમદાવાદ, 22 જૂન, 2018

        ભારતીય ટપાલ ખાતાએ ડિજિટલ ભારત તથા વિવિધ સમાજ કલ્યાણની યોજનાઓની સાથે-સાથે ઈત્તર પ્રવૃત્તિના ભાગરૂપે ટપાલ ટિકિટમાં અભિરૂચિ અને સંશોધનના પ્રોત્સાહન માટે એક શોખ કેળવી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે તે માટે દિન દયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના” શરૂ કરી છે.

        દિન દયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 6 થી 9 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. આ યોજનામાં પસંદગી પામેલ વિદ્યાર્થીને માસિક રૂ. 500 લેખે પ્રતિવર્ષ રૂ. 6000 મળવાપાત્ર રહેશે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પોતાની અરજી જે તે પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ/સિનિયર સુપ્રિટેન્ડેન્ટને તારીખ 10-07-2018 સુધીમાં સ્પીડ પોસ્ટ/રજીસ્ટર્ડ પોસ્ટ અથવા રૂબરૂમાં આપી શકશે.

 

        આ ઉપરાંત ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઢાઈ અખર પત્ર લેખન અભિયાન” તારીખ 15-06-2018 થી 30-09-2018 સુધી શરૂ કરવા આવ્યું છે. આ વર્ષે પત્ર લેખનનો વિષય “મારી માતૃભૂમિ ને પત્ર – Letter To My Motherlandજે રવીન્દ્રનાથ ટાગોરનાઆમાર દેશેર માંટ્ટીથી પ્રેરિત છે. આ પત્ર અંગ્રેજી હિન્દી કે ગુજરાતી ભાષામાં લખી મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત સર્કલ અમદાવાદ-380 001ને તારીખ 30-09-2018 કે તે પહેલા મળી રહે એ રીતે મોકલવાના રહેશે.

 

        આ અભિયાનમાં (1) 18 વર્ષની ઉંમર સુધી તેમજ (2) 18 વર્ષ કે તેથી મોટી ઉંમરવાળા કોઈપણ ભારતીય નાગરિક ભાગ લઈ શકશે. પત્ર (1) આંતરદેશીય કાર્ડ (Inland letter Card) અથવા (2) A/4 સાઈઝ પેપર લખી બંધકવરમાં નિમ્નલિખિત સરનામે મોકલવાના રહેશે પત્રની સાથે ઉંમરનું પ્રમાણપત્ર પણ મોકલવાનું રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેનારને રાજ્ય સ્તર અને પછી રાષ્ટ્રીય સ્તરે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ઈનામ દરેક કેટેગરીમાં રાજ્ય સ્તર પર પ્રથમ 25,000 રૂપિયા, દ્વિતીય 10,000 રૂપિયા, તૃતીય આવનારને 5,000 રૂપિયા અને રાષ્ટ્રીય સ્તર પર પ્રથમ ઈનામ રૂપિયા 50,000, દ્વિતીય 25,000 અને તૃતીય આવનારને ઈનામ રૂપિયા 10,000 આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

        આ બંને યોજનાઓની વિગતવાર માહિતી www.gujaratpost.gov.in વેબસાઈટ પર અને જે તે વિસ્તારના પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ/સિનિયર સુપ્રિટેન્ડેન્ટની કચેરીએથી મળી શકશે. આ ઉપરાંત નીચે જણાવેલ ટેલિફોન નંબર પર કોલ કરી પણ જાણકારી મેળવી શકાશે.

  1. મુખ્ય પોસ્ટ માસ્તર જનરલની કચેરી, ખાનપુર, અમદાવાદ-079-25504953, 25505354
  2. પોસ્ટ માસ્તર જનરલ હેડ ક્વાટર, અમદાવાદ – 079-22866806
  3. પોસ્ટ માસ્તર જનરલ વડોદરા – 0265-2750811
  4. પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ – 0281-2231560

આ માહિતી ટપાલ ખાતા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.

 

NP/GP                 



(Release ID: 1536305) Visitor Counter : 399