PIB Headquarters

રેપીડ એક્શન ફોર્સની 100મી બટાલીયનના જવાનોએ યોગાભ્યાસ કર્યો

Posted On: 20 JUN 2018 4:05PM by PIB Ahmedabad

અમદાવાદ, 20 જૂન, 2018

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રેપીડ એક્શન ફોર્સની 100મી બટાલીયન દ્વારા અમદાવાદના વસ્ત્રાલ પરિસરમાં ત્રિદિવસય યોગ અભ્યાસનું આયોજન તારીખ 19-06-2018 થી 21-06-2018 દરમિયાન કરવામાં આવ્યું છે. આ અવસર પર પતંજલિ યોગપીઠના શ્રી રમેશભાઈ દ્વારા આરએએફના દ્વિતીય કમાન અધિકારી શ્રી જિતેન્દ્ર ઓઝા, અધિકારીગણ, સ્થાનિક અધિકારી તથા આરએએફના જવાનોને પ્રતિદિન યોગનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

 

 

આ અવસરે શ્રી જિતેન્દ્ર ઓઝાએ જવાનોને કહ્યું કે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ યોગનો અભ્યાસ તન, મન તેમજ કર્મોમાં આત્મસંયમ જાગૃત કરવાની સાથે માનવ તેમજ પ્રકૃતિની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરે છે. આ માહિતી આરએએફ દ્વારા પ્રકાશિત એક અખબારી યાદીમાં જણાવવામાં આવી હતી.



(Release ID: 1536014) Visitor Counter : 113