PIB Headquarters

ઈપીએફઓ (અમદાવાદ)એ માણસા નગરપાલિકા (જિલ્લો ગાંધીનગર) પાસેથી નુકસાન અને તેના વ્યાજ સહિત આશરે રૂ. 87 લાખ દંડ પેટે વસૂલ્યા

Posted On: 13 JUN 2018 5:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી - 13 જૂન, 2018

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠના ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદે રૂ. 87,03,5687, બેંક ઓફ બરોડાની માણસા શાખાને બેંક ખાતા સાથે જોડીને માણસા નગરપાલિકા (જિલ્લો ગાંધીનગર) પાસેથી ઈપીએફની ચૂકવણી કરવામાં વિલંબ માટે દંડના રૂપમાં વસૂલ કર્યા છે. તેમણે માણસા નગરપાલિકાને જણાવ્યું હતું કે તેઓએ ઈપીએફ અને એમપી એક્ટ, 1952ની કલમ 14 બી/7બી અંતર્ગત કરાયેલી પૂછપરછ દરમિયાન 01-02-2017 થી 31-01-2018ના સમયગાળા માટે ઈપીઓફની બાકી રકમની ચૂકવણીના વિલંબ માટે માણસા નગરપાલિકાને ડિફોલ્ટર તરીકે જાહેર કરી છે.

ઈપીએફઓ (અમદાવાદ) એ એવી સંસ્થાઓ પર પકડ મજબૂત કરી છે કે જેઓ ઈપીએફની ચુકવણીમાં નિયત સમય મર્યાદામાં નથી કરી અને છેલ્લા બે મહિનામાં 150 થી વધુ સંસ્થાઓ વિરુદ્ધ નોટિસ રજૂ કરી છે તેમજ કુલ રૂ. 7.10 કરોડની રકમ વસૂલવામાં આવી છે. એમપી અધિનિયમ, 1952ની કલમ 14બી/7 ક્યુ અંતર્ગત 3.72 કરોડ રૂપિયા દંડ અને વ્યાજના રૂપમાં કર્મચારીની સામાજિક સુરક્ષા તરીકે ડિફોલ્ટિંગ સંસ્થાઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા.

પ્રાદેશિક પ્રોવિડન્ટ ફંડ કમિશનર (ગ્રેડ -ઇ) શ્રી અજીતકુમારે કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રકીર્ણ જોગવાઈ અધિનિયમ, 1952 હેઠળ આવતી સંસ્થાઓને નોકરી દાતાઓને અપીલ કરી હતી કે તેઓ નિયત સમયની અંદર ઇપીએફની ચુકવણીની સાથે વિવિધ જોગવાઈઓનું પાલન કરે. તેમણે દરેક ડિફોલ્ટિંગ સંસ્થાઓ/ડિફોલ્ટરોને સલાહ આપી કે પ્રોવિડન્ડ ફંડની બાકી રકમ, ડિપોઝીટ, નુકસાની સહિતની રકમ ઝડપથી જમા કરાવી દે, નહીં તો કલમ 14 આઈ 3/7 કે અંતર્ગત તેમની સામે કર્મચારી ભવિષ્યનિધિ અધિનિયમની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

NP/GP                                 


(Release ID: 1535307) Visitor Counter : 231


Read this release in: English