પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો, આઈપીએસ અધિકારીઓને ફિટનેસ ચેલેન્જ માટે નામાંકિત કર્યા

Posted On: 13 JUN 2018 11:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વિરાટ કોહલી દ્વારા અપાયેલી ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા, પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ મારી સવારની કસરતોમાંની કેટલીક ક્ષણો છે. યોગની સાથે સાથે, હું પંચમહાભૂત અથવા પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તેમજ આકાશથી પ્રેરિત આ પગદંડી પર ચાલુ છું. એ અત્યંત સ્ફૂર્તિદાયક અને ઊર્જાવાન છે. હું શ્વાસોચ્છવાસના વ્યાયામનો અભ્યાસ પણ કરું છું. #HumFitTohIndiaFit.

હું દરેક ભારતીયોને રોજ દિવસનો કેટલોક સમય સ્વાસ્થ્ય માટે ફાળવવા અપીલ કરું છું. જે પણ કસરતમાં આપને સુવિધા હોય, તેનો અભ્યાસ કરો, તેનાથી તમને તમારા જીવનમાં સકારાત્મક તફાવતનો અનુભવ થશે! #FitnessChallenge #HumFitTohIndiaFit.

ફિટનેસ ચેલેન્જને આગળ વધારતાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારાસ્વામી, ટેબલ ટેનિસ પ્લેયર સુશ્રી મણિકા બત્રા અને સમગ્ર આઇપીએસ અધિકારીઓ, ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના અધિકારીઓને નામાંકિત કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ લોકોને ફિટનેસ ચેલેન્જ માટે નામાંકિત કરતા મને આનંદ થઈ રહ્યો છે :

કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી, ભારતનું ગૌરવ અને 2018ના રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં સર્વાધિક ચંદ્રકો પ્રાપ્ત કરનારી મણિકા બત્રા, આઈપીએસ વર્ગના દરેક બહાદૂર અધિકારીગણ, ખાસ કરીને 40થી વધુ ઉંમરના અધિકારીઓ."

 

NP/GP/RP



(Release ID: 1535282) Visitor Counter : 121