PIB Headquarters

અમદાવાદ જી.પી.ઓ ખાતે ઈ-ટોકન સિસ્ટમનો શુભારંભ

Posted On: 08 JUN 2018 6:06PM by PIB Ahmedabad

અમદાવાદ - 08 જૂન, 2018

આજે તા. 08-06-2018ના રોજ અમદાવાદ જી.પી.ઓ ખાતે ઈ-ટોકન સિસ્ટમ (કાઉન્ટર સર્વિસ માટે)ની શરૂઆત કરવામાં આવી હતી. આ સિસ્ટમનું આજ રોજ આદરણીય શ્રી ચીફ પોસ્ટમાસ્તર જનરલ, શ્રી ગૌતમ ભટ્ટાચાર્ય, આદરણીય શ્રી પોસ્ટમાસ્તર જનરલ, હેડક્વાટર રીજીયન, શ્રી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા, આદરણીય શ્રી ડાયરેક્ટર ઑફ પોસ્ટલ સર્વિસ, હેડક્વાટર રીજીયન, શ્રી સુનિલ શર્મા, આદરણીય શ્રી ચીફ પોસ્ટ માસ્તર, અમદાવાદ જી.પી.ઓ, શ્રી મહેશ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

ઈ-ટોકન સિસ્ટમની શરૂઆત અમદાવાદ શહેરમાં સૌથી પહેલા અમદાવાદ જી.પી.ઓ.માં કરવામાં આવી છે. આ સિસ્ટમથી સામાન્ય લોકોને હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે, ટોકન નંબરના ઉપયોગથી તુરંત કાઉન્ટર પર જઈ પોતાનું કામ થોડી મિનિટોમાં જ પતાવી શકાશે.

વધુમાં જણાવવાનું કે, તા. 12.06.2018ના રોજથી અમદાવાદ જી.પી.ઓ. ઓફિસ પર કાઉન્ટર ટોકનની સાથે ઓનલાઈન સુવિધાનો પણ લાભ લઈ શકાશે, એમ અમદાવાદ જી.પી.ઓ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

NP/ RP /DK   


(Release ID: 1534917) Visitor Counter : 158