PIB Headquarters
9 જૂન થી 11 જૂન દરમિયાન શહેરની પોસ્ટ ઓફિસો ડિજિટાઇઝેશનની કામગીરીને કારણે બંધ રહેશે
Posted On:
06 JUN 2018 4:19PM by PIB Ahmedabad
અમદાવાદ, 06 જૂન, 2018
અમદાવાદ શહેર વિભાગ અંતર્ગત આવતી તમામ પોસ્ટ ઓફિસો 09 જૂન, 2018 થી 11 જૂન, 2018 દરમિયાન નાણાકીય વ્યવહારો માટે બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે પોસ્ટ ઓફિસોના ડિજિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. 12 જૂન, 2018 થી તમામ પોસ્ટ ઓફિસો રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ માટે શહેરની તમામ પોસ્ટ ઓફિસોને જાણ કરી દેવામાં આવી છે. તેમજ ગ્રાહકોના લાભાર્થે પોસ્ટ ઓફિસનાં નોટીસ બોર્ડ પર જાહેરાત કરવા પણ તમામ પોસ્ટ ઓફિસને જાણ કરવામાં આવી છે, એમ પોસ્ટ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
NP/J.Khunt/RP
(Release ID: 1534541)
Visitor Counter : 174