રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ સુરતમાં; વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના વાર્ષિક પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું; કહ્યું શિક્ષણનો ઉદ્દેશ્ય નવીનીકરણ અને વિચારોમાં સ્વતંત્રતાનો હોવો જોઈએ

Posted On: 29 MAY 2018 4:50PM by PIB Ahmedabad

 

 

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (29 મે, 2018ના રોજ) ગુજરાતના સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના વાર્ષિક પદવીદાન સમારંભમાં હાજરી આપી અને સંબોધન કર્યું.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ નોંધ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનું નામ એ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિત્વ નર્મદા શંકર દવે કે વીર નર્મદના નામ પરથી રાખવામાં આવ્યું છે કે જે માત્ર એક કવિ અને લેખક જ નહોતા પરંતુ એક સામાજિક સુધારક પણ હતા. વીર નર્મદ એ રાષ્ટ્રના ઘડવૈયા હતા કે જેમણે ગુજરાતી અને ભારતીય ઓળખનું ઘડતર કર્યું અને મહિલા સશક્તિકરણ, વિધવા વિવાહ અને તેના જેવા જ અન્ય ઉદ્દેશ્યો માટે કાર્ય કર્યું હતું.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એ રાજ્ય માટેનું આર્થિક એન્જીન છે. અને આ જ પ્રદેશની અંદર સુરતનું ઘણું મહત્વનું યોગદાન છે. સુરતમાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ એ ખુબ જ વિશેષ છે જે સમગ્ર દેશમાંથી કાર્યકર્તાઓને આકર્ષે છે. એ જ કારણ છે કે આ શહેરને કેટલીક વાર “લઘુ ભારત” પણ કહેવામાં આવે છે. અહી એક મહત્વના શૈક્ષણિક સંસ્થાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એક મહત્વની જવાબદારી ધરાવે છે. વિશાળ આદિવાસી વિદ્યાર્થી સમુદાય આ યુનિવર્સીટીમાં છે તે પણ તેનું એક મહતવનું અંગ છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી સમુદાયમાં વિચારની સ્વતંત્રતા અને નવીનીકરણને ખીલવવાનો હોવો જોઈએ અને આ સાથે જ વ્યાવસયિક કરિયર માટે ક્ષમતા નિર્માણનો પણ હોવો જોઈએ. શિક્ષણ વડે અન્ય લોકોની સંવેદનાનું સન્માન કરતા અને તે સાથે જ સમાજના કલ્યાણ માટે કામ કરવાનું પણ શીખવવું જોઈએ.

અગાઉ દિવસ દરમિયાન રાષ્ટ્રપતિએ સુરતમાં શરીરના અંગોનું દાન આપનાર પરિવારના સભ્યોનું સન્માન કરવાના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ એનજીઓ ડોનેટ લાઈફ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જાહેર સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ માનવ સમુદાયની સેવા તરીકે અંગ દાન માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું આહ્વાન કર્યું હતું.

ત્યારબાદ રાષ્ટ્રપતિએ ડૉ કિરણ કુમાર, ભૂતપૂર્વ ચેરમેન, ઈસરોને અને શ્રી કૈલાશ સત્યાર્થી, નોબલ પારિતોષિક વિજેતાને એસઆરકે ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ‘સંતોકબા હ્યુમેનીટેરીયન એવાર્ડ’થી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમને એ વાત જાણીને આનંદ થયો કે સુરતમાં વ્યવસાયિક સમુદાય કે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તે પરોપકારી અને સામાજિક કલ્યાણના પ્રયત્નો માટે સહાયક છે. તેમણે આ પરંપરાને આગળ વધારવા અને એવાર્ડની શરૂઆત કરવા માટે આગળ આવવા બદલ એસઆરકે એક્ષપોર્ટના શ્રી ગોવિંદ ધોળકિયાની પ્રશંસા કરી હતી.    



(Release ID: 1533818) Visitor Counter : 178


Read this release in: English , Marathi