રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ 29 થી 30 મે દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા પર

Posted On: 28 MAY 2018 5:34PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 29 થી 30 મે, 2018 સુધી ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા કરશે.

રાષ્ટ્રપતિ 29 મે, 2018ના રોજ સૂરતમાં કેડવર અંગ દાતા પરિવારના સભ્યોના અભિનંદન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ તેજ દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલય, સૂરતના વાર્ષિક દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. કિરણ કુમાર અને નોબલ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાસ સત્યાર્થીને ‘સંતોકબા માનવતાવાદી પુરસ્કાર’ અર્પણ કરશે.

રાષ્ટ્રપતિ 30 મે, 2018ના રોજ ખડકવાસ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા એકેડમીના 134માં કોર્સના પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. તેઓ પુનામાં માતોશ્રી રામાબાઈ ભીમરાવ આંબાડેકર ગાર્ડનમાં માતોશ્રી રામબાઈ ભીમરાવ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કરશે અને દિલ્હી પરત આવતા પહેલા સાધુ વાસવાની આંતરરાષ્ટ્રીય સ્કુલ, પૂનાનું ઉદ્ઘાટન કરશે.



(Release ID: 1533741) Visitor Counter : 161


Read this release in: English