PIB Headquarters
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની અમદાવાદ કચેરી દ્વારા મેસર્સ મેકવાયર એચઆર સોલ્યૂશન્સ સામે કાયદેસરની કાર્યવાહી
प्रविष्टि तिथि:
17 MAY 2018 5:29PM by PIB Ahmedabad
અમદાવાદ, 17-05-2018
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પ્રાદેશિક કચેરી, અમદાવાદે આઈપીસીની કલમ 406/409 અંતર્ગત ટ્રસ્ટના ગુનાહિત ઉલ્લંઘન માટે મેસર્સ મેક્વાયર એચઆર સોલ્યૂશન્સ, અમદાવાદ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પ્રાદેશિક કચેરીના પી.એફ. કમિશનર શ્રી અજિત કુમારે જણાવ્યું હતું કે મેસર્સ મેક્વાયર એચઆર સોલ્યૂશન્સના માલિક શ્રી નિત્ય રંજન સરકારે તેમના કર્મચારીઓના પગારમાંથી પી.એફ.ની રકમ કાપી દીધી છે, પરંતુ વૈધાનિક જોગવાઈ મુજબ તે રકમ જમા કરી ન હતી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ બાબતની તપાસ કર્યા બાદ ઈપીએફઓ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનનમાં આ બાબતની ફરીયાદ મેસર્સ મેકવાયર એચઆર સોલ્યૂશન્સ વિરૂધ્ધ દાખલ કરવામાં આવી છે. એમ ઈપીએફઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1532617)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English