સંરક્ષણ મંત્રાલય

પોરબંદરના વંચિત બાળકો માટે મેડીકલ ચેકઅપ કેમ્પ

Posted On: 09 MAY 2018 5:21PM by PIB Ahmedabad

અમદાવાદ, 09-05-2018

 

આઈએનએસ સરદાર પટેલ, પોરબંદર ખાતે યુનિટ ટીમ (પીએમઓ, છ પેરામેડીકલ સ્ટાફ અને અનેક સ્વયંસેવકો) દ્વારા વંચિત અને પછાત બાળકો માટે એક મેડીકલ ચેકઅપ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દ્વારા 75 વંચિત સમુદાયના બાળકોને લાભાન્વિત કરવામાં આવ્યા. આઈએનએસ સરદાર પટેલની ત્રીજી શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ સામાજિક સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કેમ્પ અંતર્ગત નૌકા દળના અધિકારીઓ અને બાળકો તેમજ પોરબંદરના સ્થાનિક સ્વયંસેવકો વચ્ચે એક તંદુરસ્ત અને હકારાત્મક ચર્ચા વિચારણાની તક પણ પૂરી પાડવામાં આવી હતી. બાળકોમાં આ  અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે કેમ્પ ચાલી રહ્યો હતો તે દરમિયાન નેવીને લગતી સાત ટેલિફિલ્મ્સ પણ રજુ કરવામાં આવી હતી. ઉપરોક્ત પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકોને નૌકા દળના બેઝનો એક બાહ્ય પ્રવાસ પણ કરાવવામાં આવ્યો હતો તેમજ કેમ્પ દરમિયાન હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો.

 

NP/J.Khunt/GP                                                                                                                                                                  


(Release ID: 1531726) Visitor Counter : 179
Read this release in: English