PIB Headquarters

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 02 APR 2018 5:20PM by PIB Ahmedabad

અમદાવાદ, 02-04-2018

 

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિક્ષક, ટપાલ કચેરી, અમદાવાદ શહેર વિભાગની કચેરી, આકાશવાણી પાસે, અમદાવાદ-380 009 ખાતે 13-04-2018ના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે ટપાલ, મનીઓર્ડર રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 09-04-2018 સુધીમાં મેજર શ્રી એસ. એન. દવે, પ્રવર અધિક્ષક, પ્રવર અધિક્ષકશ્રીની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમરોડ, અમદાવાદ-380 009ને મોકલવાની રહેશે. તારીખ 09-04-2018 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવાશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

આ ડાક અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદિત રહેશે.

NP/J.Khunt/GP                                                                                                                


(Release ID: 1527247) Visitor Counter : 177