પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કવિ કેદારનાથ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 20 MAR 2018 11:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સાહિત્યકાર કેદારનાથ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, હિન્દીનાં મહાન કવિ-સાહિત્યકાર કેદરનાથ સિંહજીનાં નિધનથી ખુબ દુઃખ થયુંએમણે લોકજીવનની સંવેદનાઓને પોતાની કવિતાઓમાં પ્રગટ કરી હતી, સાહિત્ય જગત અને સામાન્ય લોકોને હંમેશા એમનાથી પ્રેરણા મળતી રહેશે. ઈશ્વર એ દિવંગત આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખની ઘડીએ સાંત્વના પ્રદાન કરે.

કેદરનાથ સિહંને વર્ષ 2013માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમની મુખ્ય રચનાઓમાં અભી બિલકુલ અભી, જમીન પક રહી હૈ, અકાલ મેં સારસ ટોલ્સટોય ઔર સાયકલ અને બાઘ તથા સૃષ્ટિ મે પહરા સામેલ છે. કવિ કેદારનાથ સિંહનો જન્મ 1934માં ઉત્તર પ્રદેશનાં બલિયામાં થયો હતો. તેઓ હિન્દી કવિતાઓમાં નવતર પ્રયોગો માટે જાણીતા છે.

 

NP/GP/RP



(Release ID: 1525391) Visitor Counter : 96


Read this release in: English , Assamese , Tamil , Telugu