PIB Headquarters

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) કચેરીનું પેપર ફ્રી ઓર્ગેનાઈઝેશન તરફ પરિવર્તન

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઓનલાઈન થઈ રહ્યું છે.

Posted On: 08 MAR 2018 2:47PM by PIB Ahmedabad

અમદાવાદ, 08-03-2018

 

ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહેલ ઈપીએફઓએ સભ્ય દ્વારા ક્લેઈમ ફોર્મ ફાઈલ કરવા માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. ઈપીએફઓ એમ્પ્લોયરની દરમિયાનગીરીની જરૂર વગર દાવાઓને સરળ રીતે દાખલ કરવા માટે તેમજ ઓનલાઈન સુવિધા પર ભાર મૂકતા તેના સબસ્ક્રાઈબર્સને સર્વિસ ડિલિવરી (સેવા વિતરણ) સુધારવા સતત પ્રયાસ કરી રહ્યું છે. ઈપીએફઓ એક દિવસમાં જ ઓનલાઈન દાવાઓના ઝડપી નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ઈપીએફઓ પીએફ ઓફિસની અંગત મુલાકાત ટાળવા તથા તેમના સભ્યોને કાગળ પર દાવાઓ રજૂ કરવા માટે લાંબી લાઈનથી છૂટકારો અપાવવા તેમજ પીએફ ઉપાડ, એડવાન્સ, વીમા, પેન્શન વગેરે દાવાઓના ઝડપી નિકાલ માટે તેમના દાવાઓ ઓનલાઈન સબમિટ કરવા માટે વિનંતી કરે છે.

દાવાઓ ઓનલાઈન દાખલ કરવા માટે, સભ્યોએ ઓનલાઈન ઈન્ટરનેટ મારફતે તેમના દાવાઓ સબમિટ કરવા માટે યુનિફાઈટ પોર્ટલ પર ઈ-કેવાયસી કાર્યવાહી પૂર્ણ કરવાની જરૂર રહેશે અને આ દાવાઓ ઈપીએફઓના યુનિફાઈડ પોર્ટલના સભ્ય ઈન્ટરફેસ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર ઉપલબ્ધ રહેશે. દાવા ફોર્મ્સ ઓનલાઈન દાખલ કરવાની સુવિધા માત્ર એવા પીએફ સભ્યોને જ ઉપલબ્ધ હશે, જેમણે તેમના કેવાયસી (આધાર નંબર અને બેન્ક વિગતો)ને તેમની યુએએન સાથે જોડેલ છે અને જે સંસ્થા (કંપની) દ્વારા ડિજીટલી ચકાસવામાં આવ્યા છે. વધુમાં, ઈપીએફઓ સભ્યોની સુવિધા માટે યુએએન-આધાર લિન્ક કરવા માટે ઉમંગ મોબાઈલ (એપ) એફ્લિકેશનની લિન્કનો ઉપયોગ કરીને યુએએન-આધાર લિન્કિંગ સુવિધા શરૂ કરેલ છે. વધુ વિગતો માટે સભ્યો ઈપીએફઓ પ્રાદેશિક કચેરી, અમદાવાદ વેબસાઈટ www.epfahmedabad.org ની મુલાકાત લઈ શકે છે.

NP/J.Khunt/GP                                                                                                                                            



(Release ID: 1523250) Visitor Counter : 165