સંરક્ષણ મંત્રાલય

ગુજરાત રાજ્યમાંથી ભારતીય સેનામાં ભરતી થવા ઇચ્છતાં યુવાનો માટે એપ્રિલ અને મે મહિનાઓમાં ભરતી રેલીઓનું આયોજન

Posted On: 06 MAR 2018 4:33PM by PIB Ahmedabad

અમદાવાદ, 06-03-2018

 

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં ભારતીય સૈન્યદળમાં ભરતી માટે યોજાયેલી રેલીઓમાં વિક્રમી સંખ્યામાં ઉમેદવારોની નોંધણી થઈ છે, જેનાં પગલે રાજ્યમાં આ પ્રકારની આગામી રેલીઓમાં પણ આવો જ પ્રોત્સાહક પ્રતિસાદ મળશે એ નિશ્ચિત છે. વર્ષ 2017માં ભરતી રેલીની તારીખોમાં જોગાનુજોગ ધોધમાર વરસાદ થવાથી વાસ્તવિક ઉમેદવારોની હાજરીમાં ઘટાડો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને સૈન્ય સત્તામંડળોએ આ વર્ષે હવામાન પ્રતિકૂળ ન બને એ જોખમ ઘટાડવા ભરતી માટે રેલીઓની તારીખો નક્કી કરી છે.

  

  

ચાલુ વર્ષે આ પ્રકારની સૌપ્રથમ ભરતી રેલી 25 એપ્રિલથી 05 મે, 2018 સુધી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ જિલ્લાનાં યુવાનોને સેનામાં જોડાવાની તક મળશે. આ રેલી માટે ઓનલાઇન નોંધણી 25 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 10 એપ્રિલ, 2018 સુધી ચાલુ રહેશે.

બીજી ભરતી રેલી 20 મે, 2018થી 29 મે, 2018 સુધી ગોધરાનાં એસઆરપી મેદાનમાં યોજાશે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ દમણ, દાદરા અને નગર હવેલીનાં 21 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ રેલી માટે ઓનલાઇન નોંધણી 21 માર્ચથી 4 મે, 2018 સુધી થઈ શકશે.

આ રેલીઓમાં સહભાગી થવાની ઇચ્છાં ધરાવતાં ઉમેદવારો ઓનલાઇન નોંધણી માટે www.joinindianarmy.nic.in પર લોગ-ઇન કરી શકે છે અને લાયકાતનાં માપદંડોની વિગતો તપાસી પોતાની નોંધણી કરાવી શકે છે.

NP/J.Khunt/GP                                



(Release ID: 1522732) Visitor Counter : 207


Read this release in: English