મંત્રીમંડળ

મંત્રીમંડળે સેવાઓમાં ચેમ્પિયન ક્ષેત્રો માટે કાર્ય યોજનાને મંજૂરી આપી

Posted On: 28 FEB 2018 6:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ચેમ્પિયન ક્ષેત્રોનાં સંવર્ધન અને તેમનાં સામર્થ્યને સમજવાનાં ઉદ્દેશ સાથે 12 નિર્ધારિત ચેમ્પિયન સેવા ક્ષેત્રો પર સવિશેષ સ્વરૂપે ધ્યાન આપવા માટે વાણિજ્ય વિભાગનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સક્ષમ સેવાઓ (આઇટી અને આઇટીઇએસ), પર્યટન અને આતિથ્ય સેવાઓ, ચિકિત્સા મૂલ્યાંકન ભ્રમણ, પરિવહન અને લોજિસ્ટિક સેવાઓ, એકાઉન્ટિંગ અને નાણાકીય સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કાયદાકીય સેવાઓ, સંચાર સેવાઓ, નિર્માણ અને તેની સાથે સંબંધિત ઇજનેરી સેવાઓ, પર્યાવરણ સેવાઓ, નાણાકીય સેવાઓ અને શિક્ષણ સેવાઓ સામેલ છે.

મંત્રીમંડળે આ ક્ષેત્રો સાથે સંબંધિત મંત્રાલયો/વિભાગોને આ સૂચના પણ આપી છે કે નિર્ધારિત ચેમ્પિયન સેવા ક્ષેત્રો માટે કાર્યયોજનાઓને અંતિમ સ્વરૂપ આપવા અને તેનો અમલ કરવા ઉપલબ્ધ પ્રાદેશિક યોજનાઓનો ઉપયોગ કરે. સંબંધિત મંત્રાલયો/વિભાગોને કાર્યયોજનાઓને અંતિમ સ્વરૂપ આપવું પડશે અને મંત્રીમંડળ સચિવ અંતર્ગત સચિવોની સમિતિની સંપૂર્ણ દેખરેખમાં અમલીકરણ પર નજર રાખવા એક નિરીક્ષણ તંત્રની સાથે અમલીકરણનો ક્રમ વિકસાવવો પડશે.

ચેમ્પિયન ક્ષેત્રોની પ્રાદેશિક કાર્ય યોજનાઓની પહેલોને સહાયતા આપવા માટે રૂ. 5000 કરોડનું એક પ્રતિબદ્ધ ભંડોળ સ્થાપિત કરવાની દરખાસ્ત છે.

અસર:

આ પહેલથી કેન્દ્રીત અને નિરીક્ષણ કરવામાં આવેલી કાર્યયોજનાઓનાં અમલ દ્વારા ભારતનાં સેવા ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા વધશે, જેનાથી જીડીપી દરમાં વધારો થશે, નોકરીઓનું વધારે સર્જન થશે અને આંતરરાષ્ટ્રીય બજારો માટે નિકાસ વધશે.

રોજગારીનાં સર્જનની સંભાવનાઃ

ભારતનાં સેવા ક્ષેત્રમાં રોજગારીની ઘણી સંભાવના છે. આ પ્રસ્તાવથી કેન્દ્રીત અને નિરીક્ષણ માટેની કાર્યયોજનાઓનાં અમલ દ્વારા ભારતનાં સેવા ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા વધશે, જેનાથી જીડીપી દર વધશે, નોકરીઓનું વધારે સર્જન થશે અને આંતરરાષ્ટ્રીય બજારો માટે નિકાસ વધશે.

 

નાણાકીય સંબંધ:

જરૂરી માળખાનું સર્જન કરવા, નાણાકીય પ્રોત્સાહનો વગેરે સાથે વિવિધ પ્રાદેશિક કાર્યયોજનાઓનાં કેટલાંક ભાગ, જેને તૈયાર કરવાનાં છે, તેમનો નાણાકીય સંબંધ હોઈ શકે છે. આ વિગતોને સંબંધિત વિભાગો દ્વારા તૈયાર કાર્યયોજનાઓ અંતર્ગત સવિસ્તાર તૈયાર કરવામાં આવશે અને ઉચિત મંજૂરી સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ચેમ્પિયન ક્ષેત્રોની પ્રાદેશિક કાર્યયોજનાઓની પહેલોને સહાયતા આપવા માટે રૂ. 5,000 કરોડનું એક પ્રતિબદ્ધ ભંડોળ સ્થાપિત કરવાની દરખાસ્ત છે.

લાભ:

ભારતની જીડીપી, નિકાસ અને રોજગારી સર્જન, ઉત્પાદકતામાં વધારો કરમાં સેવા ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી ચેમ્પિયન સેવા ક્ષેત્રોની સ્પર્ધાત્મકતાથી ભારતની વિવિધ સેવાઓની નિકાસ વધશે. આ અંતર્ગત સેવાઓ વસ્તુઓનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. એટલે સ્પર્ધાત્મક સેવા ક્ષેત્ર નિર્માણ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા સાથે જોડાઈ જશે.

વર્ષ 2022માં ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવશે. સંબંધિત મંત્રાલયો/વિભાગો દ્વારા તૈયાર અને અમલ થતી કાર્યયોજનાઓથી વર્ષ 2022માં આ નિર્ધારિત ચેમ્પિયન ક્ષેત્રોમાંથી દરેક માટે એક કલ્પના વિકસિત થઈ શકશે અને આ કલ્પનાને સિદ્ધ કરવા માટે ઉચિત પગલું ભરવાની જરૂર છે.

ભારતનાં સેવા ક્ષેત્રની ભાગીદારી વૈશ્વિક સેવાઓની નિકાસમાં વર્ષ 2015માં 3.3 ટકા હતી, જ્યારે વર્ષ 2014માં આ 3.1 ટકા હતી. આ પહેલને આધારે વર્ષ 2022 માટે 4.2 ટકાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

કુલ સંવર્ધિત મૂલ્ય (જીવીએ)માં સેવાઓનો હિસ્સો વર્ષ 2015-16 (નિર્માણ સેવાઓ સહિત 61 ટકા)માં ભારત માટે લગભગ 53 ટકા હતો. જીવીએમાં સેવાઓની ભાગીદારી 60 ટકા (નિર્માણ સેવાઓ સહિત 67 ટકા) પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક વર્ષ 2022 માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પૃષ્ઠભૂમિ:

સચિવોનાં સમૂહે પ્રધાનમંત્રીને કરેલી પોતાની ભલામણોમાં 10 ચેમ્પિયન ક્ષેત્ર નિર્ધારિત કર્યા છે. તેમાં સાત નિર્માણ સંબંધિત ક્ષેત્ર અને ત્રણ સેવા ક્ષેત્ર છે. ચેમ્પિયન ક્ષેત્રોમાં સંવર્ધન અને તેમનું સામર્થ્ય હાંસલ કરવા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મેક ઇન ઇન્ડિયાનો મુખ્ય વિભાગ – ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ (ડીઆઈપીપી) નિર્માણમાં ચેમ્પિયન ક્ષેત્રોની પહેલમાં મુખ્ય ભૂમિકા અદા કરશે અને વાણિજ્ય વિભાગ સેવાઓમાં ચેમ્પિયન ક્ષેત્રો માટે પ્રસ્તાવિત પહેલ સાથે સમન્વય સ્થાપિત કરશે. ત્યારબાદ વાણિજ્ય વિભાગ ભાગીદારો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણાની સાથે અનેક સેવા ક્ષેત્રો માટે પ્રારંભિક પ્રાદેશિક સુધાર યોજનાઓનો મુસદ્દો તૈયાર કરવા અને ત્યારબાદ કાર્યયોજના તૈયાર કરવા માટે સહયોગ સ્થાપિત કરશે.

RP


(Release ID: 1522247) Visitor Counter : 132


Read this release in: English