સંરક્ષણ મંત્રાલય

આઠમી ઇન્ડો સેશેલ્સ સંયુક્ત લશ્કરી કવાયત

Posted On: 23 FEB 2018 5:28PM by PIB Ahmedabad

અમદાવાદ, 23-02-2018

 

ભારતીય લશ્કર અને સિયાચીલ પિપલ્સ ડિફેન્સ દળ વચ્ચેની આઠમી સંયુક્ત લશ્કરી કવાયત માહી ટાપુ, સેશેલ્સ ખાતે 24 ફેબ્રુઆરી, 2018 થી 4 માર્ચ, 2018 દરમિયાન યોજાશે. આ કવાયતને લેમિટ્યે નામ આપવામાં આવ્યું છે જે સ્થાનિક ઉત્પાદન ક્રિઓલ છે જેનો અર્થ મિત્રતા થાય છે. આ રળિયામણા ટાપુઓના દેશમાં યોજાતી દ્વિપક્ષીય કવાયતની આઠમી શ્રેણી છે.

બંને દેશના લશ્કર વચ્ચે પરસ્પર લશ્કરી સહકારને વેગ મળે તે હેતુથી ભારત અને સેશેલ્સ વચ્ચે 2001થી આ પ્રકારની કવાયતનું આયોજન થતું આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના ચાર્ટર હેઠળ ત્રાસવાદ અને બળવાખોરોને ખાળવા માટે હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં પરસ્પર સહકારને કેન્દ્રમાં રાખીને આ વખતની કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. યુએનના શાંતિ માટેના સિનારિયોને ધ્યાનમાં રાખીને નવ દિવસ ચાલનારી આ ઈવેન્ટમાં વ્યૂહરચના અને ટેકનિકલ ગુણવત્તાનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં સેશેલ્સ પિપલ્સ ડિફેન્સ ફોર્સના જોઇન્ટ ઓપરેશન્સને કેન્દ્રમાં રખાશે. સેશેલ્સ પિપલ્સ ડિફેન્સ ફોર્સનું પ્રતિનિધિત્વ તેના સ્પેશિયલ ફોર્સ યુનિટ, કોસ્ટલ ગાર્ડ અને એરફોર્સના 52 જવાનો કરશે. જ્યારે સાઉધર્ન કમાન્ડમાંથી ભૂમિદળ પ્લેટુન ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

આ કવાયત દરમિયાન અત્યાધુનિક સર્વેલિયન્સ અને ટ્રેકિંગના સાધનો, નજીકના અંતરથી ત્રાસવાદીઓનો સામનો કરવા માટેના વિશિષ્ટ શસ્ત્રો અને હથિયારો, આધુનિક સ્ફોટક સાધનોને શોધી કાઢવા માટેના યંત્રો અને અત્યાધુનિક સંદેશાવ્યવહારના સાધનોનું પણ નિદર્શન કરવામાં આવશે.

પ્રવર્તમાન અંધાધૂંધી અને ચાંચિયાગીરીના વાતાવરણને ધ્યાનમાં રાખીને યુએન દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ ઓપરેશન્સના સંભવિત જોખમનો સામનો કરવા માટે આ દળો વિવિધ રણનીતિ સામે તાલીમ આપશે, યોજના ઘડશે અને તેને અમલી બનાવવાની કવાયત કરશે. સામાન્ય લશ્કરી લક્ષ્યાંકોને પાર પાડવા માટે અને આંતરિક સંબંધો સ્થપાય તે માટે આ કવાયતમાં મહત્તમ લક્ષ્યાંકો સિદ્ધ કરાશે.

NP/GP                                                                                



(Release ID: 1521536) Visitor Counter : 201


Read this release in: English