મંત્રીમંડળ

મંત્રીમંડળે અનિયંત્રિત ડિપોઝિટ લેતી યોજનાઓ પર પ્રતિબંધ મૂકવા અનિયંત્રિત જમા યોજના પર પ્રતિબંધ બિલ, 2018 અને ચિટ ફંડ્સ (સંશોધન) બિલ, 2018 સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી.

Posted On: 20 FEB 2018 1:17PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-02-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રોકાણકારોની બચતનું રક્ષણ કરવા મોટી નીતિગત પહેલ સ્વરૂપે સંસદમાં પ્રસ્તુત કરવા માટે નીચેનાં બિલોને મંજૂરી આપી છે.

() સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018 અને

() ચિટ ફંડ્સ (સંશોધન) બિલ, 2018

 

અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળે સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકવા માટેનું બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે. બિલનો ઉદ્દેશ દેશમાં ગેરકાયદેસર રીતે જમા ઉઘરાવતી પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવાનો છે. પ્રકારની યોજનાઓ ચલાવતી કંપનીઓ/સંસ્થાઓ વર્તમાન નિયમનકારી છીંડાનો ઉપયોગ કરે છે અને કડક વહીવટી પગલાનાં અભાવે ગરીબો અને ભોળા લોકોની પરસેવાની કમાણી પચાવી પાડે છે.

 

વિગત:

અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકતું બિલ, 2018 દેશમાં ગેરકાયદેસર જમા યોજનાઓનાં દૂષણને ડામવા વિસ્તૃત કાયદો પ્રદાન કરશે, જે માટે

  1. અનિયંત્રિત રીતે જમા લેવાની કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ;
  2. અનિયંત્રિત જમા યોજનાને પ્રોત્સાહન આપવા કે કાર્યરત કરવા બદલ આકરી સજા;
  3. થાપણદારોને પુનઃચુકવણી કરવા બદલ કડક સજા;
  4. રાજ્ય સરકાર દ્વારા સક્ષમ સત્તામંડળની રચના કરવી, જેથી ડિપોઝિટ લેતી સંસ્થા દ્વારા નાદારી થવાનાં કેસમાં ડિપોઝિટની પુનઃચુકવણી સુનિશ્ચિત થાય;
  5. સક્ષમ સત્તામંડળનાં અધિકારો અને કામગીરીઓ, જેમાં ડિફોલ્ટ કરનાર સંસ્થાની સંપત્તિઓ ટાંચમાં લેવાનો અધિકાર સામેલ છે;
  6. થાપણદારોની પુનઃચુકવણી પર નજર રાખવા કોર્ટની નિમણૂક અને કાયદા હેઠળ ગુનાહિત કૃત્ય કરવા બદલ કેસ ચલાવવો; અને
  7. બિલમાં અનિયંત્રિત રીતે ડિપોઝિટ લેતી યોજનાની યાદી, જેમાં કેન્દ્ર સરકારને યાદીમાં સુધારા-વધારા કરવા સક્ષમ બનાવવાની જોગવાઈ સામેલ છે.

અસરકારક ખાસિયતો:

બિલની અસરકારક ખાસિયતો નીચે મુજબ છે:

  • બિલ મહત્ત્વપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ ધરાવે છે, જે ડિપોઝિટ લેનાર કંપની કે સંસ્થાને કોઈ પણ અનિયંત્રિત જમા યોજનામાં ડિપોઝિટ સ્વીકારવા, તેને પ્રોત્સાહન આપવા, ચલાવવા કે જાહેરાતો બહાર પાડતા અટકાવે છે. તેનો સિદ્ધાંત છે કે, બિલ સંપૂર્ણપણે અનિયંત્રિત રીતે ડિપોઝિટ લેતી કામગીરી પર પ્રતિબંધ મૂકશે, જે માટે પ્રકારની કામગીરીઓને ભૂતકાળનો અપરાધ બનાવવામાં આવશે, તેને વર્તમાન કાયદા અને નિયમનકારી માળખામાં સામેલ કરવામાં આવશે નહીં, જે અગાઉનાં નોંધપાત્ર સમયે કાર્યોત્તર મંજૂરી સાથે અમલમાં આવે છે.
  • બિલમાં ત્રણ પ્રકારનાં અપરાધોની જોગવાઈ છે અનિયંત્રિત જમા યોજના ચલાવવી, નિયમન ધરાવતી ડિપોઝિટ યોજનામાં થાપણદારોને તેમની થાપણો પરત કરવી અને અનિયંત્રિત જમા યોજનાઓનાં સંબંધમાં ખોટું પ્રલોભન આપવું.
  • બિલ, થાપણદારો સાથે છેતરપિંડી કરવા બદલ આકરી સજા અને ઊંચા દંડની જોગવાઈ ધરાવે છે.
  • પ્રકારની યોજનાઓમાં ગેરકાયદેસર રીતે ડિપોઝિટ ઊભી કરવામાં આવે છે તેવા કિસ્સાઓમાં બિલ ડિપોઝિટની પુનઃચુકવણી માટેની પર્યાપ્ત જોગવાઈઓ ધરાવે છે.
  • બિલ, સક્ષમ સત્તામંડળ દ્વારા અસ્કયામતો/સંપત્તિઓ ટાંચમાં લેવા માટેની જોગવાઈ પ્રદાન કરે છે તથા પરિણામે થાપણદારોને પુનઃચુકવણી માટે અસ્કયામતોમાંથી થનારી આવકમાંથી થાપણો પાછી મળે છે.
  • સંપત્તિ ટાંચમાં લેવા માટેની અને થાપણદારોને થાપણ પરત કરવા માટેની સ્પષ્ટ સમયમર્યાદા પ્રદાન કરવામાં આવે છે.
  • બિલ, દેશમાં ડિપોઝિટ લેતી કામગીરીઓ પર માહિતી એકત્ર કરવા અને વહેંચવા ઓનલાઇન મધ્યસ્થ ડેટાબેઝ તૈયાર કરવાની જોગવાઈ ધરાવે છે.
  • બિલ, વિસ્તૃતપણે થાપણદાર અને થાપણની વિસ્તૃત પરિભાષા સુનિશ્ચિત કરે છે.
  • થાપણદારો ડિપોઝિટ સ્વીકારતી કે તેની ભલામણ કરતી તમામ શક્ય કંપનીઓ (વ્યક્તિગત સહિત) સામેલ છે, સિવાય કે કાયદા દ્વારા રચિત એવી ચોક્કસ સંસ્થાઓ.
  • થાપણની પરિભાષા રીતે કરવામાં આવી છે કે, થાપણ લેનારને આવક કરવા જાહેર જનતા સાથે છળકપટ કરવાથી નિયંત્રિત રાખે છે અને સાથે-સાથે પોતાનાં વ્યવસાયની સાધારણ કામગીરી માટે સંસ્થાને નાણાં લેતાં અટકાવે છે અથવા તેનાં પર નિયંત્રણ મૂકે છે.
  • વિસ્તૃત કેન્દ્રીય કાયદા તરીકે બિલ રાજ્ય સરકારનાં કાયદાઓ માટે સારામાં સારી જોગવાઈઓ ધરાવે છે, ત્યારે કાયદાની જોગવાઈઓનો અમલ કરવાની મુખ્ય જવાબદારીઓ રાજ્ય સરકારોને સોંપે છે.

પૃષ્ઠભૂમિ:

નાણાકીય વર્ષ 2016-17નાં બજેટનાં ભાષણમાં નાણાંમંત્રીએ તાજેતરમાં દેશનાં વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે ડિપોઝિટ લેતી યોજનાઓમાં લોકો સાથે છેતરપિંડી થવાની ઘટનાઓમાં વધારો થવાની સાથે પ્રકારનાં ગોટાળા અટકાવવા વિસ્તૃત કેન્દ્રીય કાયદો લાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. પ્રકારની યોજનાઓનો સૌથી વધુ ભોગ ગરીબો અને નાણાકીય જાણકારી ધરાવતા લોકો વધારે બને છે તથા પ્રકારની યોજનાઓની કામગીરી ઘણા સમયથી એકથી વધારે રાજ્યોમાં ચાલતી હતી. તેનાં પરિણામે નાણાં મંત્રીએ વર્ષ 2017-18નાં બજેટમાં જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ડિપોઝિટ યોજનાઓનાં વિષચક્રને અટકાવવા ડ્રાફ્ટ બિલ જાહેર જનતા માટે મૂકવામાં આવ્યું હતું અને તેને અંતિમ સ્વરૂપ આપ્યાં પછી ટૂંક સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે.

ચિટ ફંડ્સ (સંશોધન) બિલ, 2018

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં ચિટ ફંડ્સ (સંશોધન) બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે. ચિટ ફંડ્સ કાયદા, 1982માં નીચેનાં સુધારા-વધારા થયા પછી ચિટ ફંડ્સ ક્ષેત્રનો વ્યવસ્થિત વિકાસ કરવા અને ચિટ ફંડ્સ ઉદ્યોગનાં અવરોધો દૂર કરવા બિલ પ્રસ્તુત થયું છે, જે લોકોને અન્ય નાણાકીય ઉત્પાદનોને વધારે સુલભ બનાવશે.

  • ચિટ ફંડ્સ ધારા, 1982ની કલમ 2(બી) અને 11(1) હેઠળ ચિટ વ્યવસાય કરવા માટે "ફેટરનીટી ફંડ" શબ્દોનો ઉપયોગ, જે તેની સ્વાભાવિક લાક્ષણિકતા વ્યક્ત કરે છે અને અલગ કાયદા હેઠળ પ્રતિબંધિત પ્રાઇઝ ચિટની કામગીરીથી અલગ કરે છે.
  • ચિટનો ડ્રો કરવા માટે ઓછામાં ઓછા બે ગ્રાહકોની જરૂરિયાતને જાળવી રાખીને અને કાર્યવાહીનો અધિકૃત રીપોર્ટ તૈયાર કરવા માટે ચિટ ફંડ (સંશોધન બિલ - 2018)માં એ મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે કે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઓછામાં ઓછા બે ગ્રાહકો સામેલ થાય, જેનું રેકોર્ડીંગ ગ્રાહકોની હાજરીના રૂપમાં ફોરમેન દ્વારા કરવામાં આવે. ફોરમેન પાસે કાર્યવાહીનો અધિકૃત રીપોર્ટ હશે જેના પર કાર્યવાહીના બે દિવસમાં આ ગ્રાહકોના હસ્તાંક્ષર હોવા જોઈશે
  • ફોરમેનના કમિશનની અંતિમ સીમા 5 ટકા થી વધારીને 7 ટકા કરી, કેમકે કાયદો લાગુ થવા સુધીમાં આ ટકામાં કોઈ બદલાવ થયો નથી. જ્યારે ઉપરના ખર્ચ ને અન્ય ખર્ચામાં ઘણો વધારો થયો છે.
  • ફોરમેનને એ અધિકાર આપવામાં આવશે કે ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ લે કે જેથી એ ગ્રાહકો માટે ચિટ કંપની દ્વારા વળતરની મંજૂરી આપી શકાય, જેમણે પહેલેથી જ રકમ કાઢી લીધી છે, જેથી તેમના દ્વારા ઉચાપતને રોકી શકાય.
  • ચિટ ફંડ કાયદો 1982ના અનુચ્છેદ 85(ખ)માં સંશોધન જેથી ચિટ ફંડ કાયદો તૈયાર કરતી વખતે 1982માં નિર્ધારિત 100 રૂપિયાની સીમાને સમાપ્ત કરી શકાય. જે પોતાનું મહત્વ ગુમાવી ચૂકી છે. રાજ્ય સરકારોને સિલીંગ નિર્ધારિત કરવા અને તેમાં સમયાંતરે વૃદ્ધિ કરવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.


(Release ID: 1521171) Visitor Counter : 143


Read this release in: English , Tamil , Telugu