પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2018નું ઉદ્ઘાટન કરશે

Posted On: 15 FEB 2018 5:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી ને શુક્રવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ) 2018નું ઉદ્ઘાટન કરશે. ડબલ્યુએસડીએસ, ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)નો મુખ્ય મંચ છે અને સ્થાયી વિકાસ, ઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં વૈશ્વિક આગેવાનો અને વિચારકોને એક મંચ પર લાવવા ઇચ્છે છે.

 

સમિટમાં યજમાન તરીકે કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે, જેમાં કેન્દ્રિય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ડો. હર્ષ વર્ધન, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી સુરેશ પ્રભુ, હાઉસિંગ અને શહેરી બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ પુરી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જયંત સિંહા તેમજ મુખ્ય રાજકીય અને કોર્પોરેટ લીડર્સ સામેલ છે.

 

ચાલુ વર્ષની થીમ પાર્ટનરશિપ ફોર અ રિસાયલન્ટ પ્લેનેટ છે. આ થીમ સાથે ડબલ્યુએસડીએસ 2018, આબોહવામાં ફેરફારને કારણે વિકાસશીલ અર્થતંત્રો જે તાત્કાલિક પડકારોનો સામનો કરી રહ્યા છે તે પડકારોનાં સમાધાનનું કાર્ય માળખું ઊભું કરવા ઇચ્છે છે. આ સમિટ વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરશે, જેમાં જમીનનાં ધોવાણને અટકાવવું, શહેરોને જમીનમાં કચરો દાટવાની સમસ્યામાંથી મુક્ત કરવા, કચરાનાં અસરકારક વ્યવસ્થાપનની પદ્ધતિઓ, હવાનાં પ્રદૂષણનો અસરકારક રીતે સામનો કરવા, સંસાધન અને ઊર્જાદક્ષતા વધારવાનાં પગલાં, સ્વચ્છ ઉર્જાના સંક્રમણને સુવિધાયુક્ત બનાવવું, આબોહવા પરિવર્તનનું અસરકારક રીતે શમન કરવા નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી જેવા મુદ્દા સામેલ છે. ડબલ્યુએસડીએસ 2018માં ઉભું કરાયેલું ગ્રીનોવેશન એક્ઝિબિશન સ્થાયી વિકાસ લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીકલ સાધનો પ્રદર્શિત કરશે.

 

સમિટમાં 2000થી વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે એવી અપેક્ષા છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી નીતિનિર્માતાઓ, સંશોધકો, થિંક ટેંક, રાજદ્વારીઓ અને કોર્પોરેટ સામેલ થશે. પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ મુદ્દાઓ પર સંબોંધન કરશે, જેમાં જમીન, હવા અને જળ પર અસર ઘટાડવી તેમજ સંપૂર્ણ સત્રમાં કાર્યક્ષમ રીતે સંસાધનોનો ઉપયોગ કરવાનાં માધ્યમો અને રીતો વગેરેનો સમાવેશ થાય છે. ડબલ્યુએસડીએસ 2018માં થીમેટિક ટ્રેકમાં સ્થાયીપણાં સાથે સંબંધિત મુદ્દાઓ સામેલ હશે, જેમાં કાર્બન માર્કેટ અને પ્રાઇઝિંગ, સ્થાયી પરિવહન, મજબૂત શહેરો, સૌર ઊર્જા અને રેફ્રિજરન્ટ ટેકનોલોજી સામેલ છે. ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી) 15, 16 અને 17 ફેબ્રુઆરીનાં રોજ નવી દિલ્હીમાં તેનાં મુખ્ય ફોરમ વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ) ની વર્ષ 2018ની આવૃત્તિની યજમાની કરી રહ્યું છે.

 

NP/J.Khunt/GP



(Release ID: 1520680) Visitor Counter : 154


Read this release in: English