પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘એલપીજી પંચાયત’નું આયોજન કર્યું

Posted On: 13 FEB 2018 3:23PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-02-2018

 

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (13 ફેબ્રુઆરી, 2018) રાષ્ટ્રપતિ ભવનમાં ‘એલપીજી પંચાયત’નું આયોજન કર્યું.

એલપીજી પંચાયત પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આયોજિત કરાઈ હતી. તેનો ઉદ્દેશ એલપીજી ઉપભોક્તાઓને એકબીજા સાથે વાતચીત કરવાનો, એકબીજા પાસેથી શીખવાનો તથા અનુભવોની આપ-લે કરવા માટે મંચ આપવાનો છે. પ્રત્યેક એલપીજી પંચાયતમાં લગભગ 100 એલપીજી ઉપભોક્તા એલપીજીના સુરક્ષિત અને સતત ઉપયોગ, તેના લાભ અને રસોઈ બનાવવામાં સ્વચ્છ ઈંધણ તથા મહિલા સશક્તિકરણની વચ્ચે સંબંધ પર ચર્ચા કરવા માટે રહેઠાણ નજીક એકત્રિત થાય છે. પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલયની આશા 31 માર્ચ, 2019 પહેલા દેશભરમાં એવી એક લાખ પંચાયત આયોજિત કરવાનો છે.

આ અવસર પર રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉજ્જવલા યોજનાથી મહિલા સશક્તિકરણ સુદૃઢ થઈ રહ્યું છે. તેમણે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય, કલ્યાણ તથા મહિલા સશક્તિકરણ દ્વારા સામાજિક ન્યાય માટે કરાઈ રહેલા પ્રયાસો માટે મંત્રાલયને શુભેચ્છા પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉજ્જવલા યોજનાના ભાગ રૂપે એલપીજી પંચાયતોનું આયોજન ઘણું ઉપયોગી સાબિત થશે.

 

 

NP/J.Khunt/GP                               


(Release ID: 1520426) Visitor Counter : 171


Read this release in: English