રસાયણ અને ખાતર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા આવતીકાલે નેશનલ હાઈવે નં. 8 પર બનનારા અંડરપાસનું ખાતમુહૂર્ત કરશે
પોસ્ટેડ ઓન:
09 FEB 2018 5:26PM by PIB Ahmedabad
અમદાવાદ, 09-02-2018
કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયા આવતીકાલે (10-02-2018) સુરતની મુલાકાત લેશે. તેઓ બપોરે 3 કલાકે નવસારીના માલવાડા ક્રોસિંગ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં નવસારી જિલ્લાના માલવાડા જંકશન તેમજ વલસાડ જિલ્લાના સોનાવાડા અને ખડકી ખાતે નેશનલ હાઈવે નં. 8 પર રાહદારીઓ માટે બનનારા અંડરપાસનું ખાતમુહૂર્ત કરશે.
NP/J.Khunt/GP
(રીલીઝ આઈડી: 1520123)
મુલાકાતી સંખ્યા : 193