મંત્રીમંડળ
મંત્રીમંડળે કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં સહયોગ પર બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડ સાથે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી
Posted On:
07 FEB 2018 10:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં સહયોગ પર બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડની સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.
આ સમજૂતીકરાર (એમઓયુ)થી વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ તથા કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને ગાઢ બનાવવાનો માર્ગ પ્રશસ્ત થશે.
વિદેશી દેશો સાથે સહયોગ કરવાથી ભારતીય કૌશલ્ય ઇકો-સિસ્ટમ મજબૂત બનાવવામાં મદદ મળશે અને તેનાથી રોજગારની શ્રેષ્ઠ સંભાવનાઓ માટે યુવાનોને કુશળ બનાવી શકાશે. આ સમજૂતી કરાર ભારત અને બ્રિટનની ઔદ્યોગિક અને તાલીમ સંસ્થાઓ વચ્ચે નૂતન ભાગીદારી માટે રૂપરેખા તૈયાર કરશે તથા ભારતમાં કૌશલ્ય તાલીમ પ્રયાસો વધારવામાં સહાયતા કરશે. એમઓયુ લાગુ કરવા સાથે સંબંધિત પરિયોજનાને ભંડોળનું સ્વરૂપે બંને પક્ષો દ્વારા પારસ્પરિક સહમતિ અલગ સમજૂતીમાં આપવામાં આવશે.
પૃષ્ઠભૂમિ
ભારત અને બ્રિટન માટે કૌશલ્ય વિકાસ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે તથા દ્વિપક્ષીય ભાગીદારીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. બંને દેશોનાં પ્રધાનમંત્રીઓએ નવેમ્બર, 2016માં સહયોગની પ્રાથમિકતા ધરાવતા એક ક્ષેત્ર સ્વરૂપે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને સ્વીકૃતિ આપી હતી.
(Release ID: 1519874)
Visitor Counter : 153