મંત્રીમંડળ
મંત્રીમંડળે ડબલ કરવેરા દૂર કરવા અને કરચોરી અટકાવવા માટે ભારત અને ચીન વચ્ચેનાં કરારમાં સુધારા અંગેનાં પ્રોટોકોલ પર હસ્તાક્ષર અને સમર્થન માટે અનુમતિ આપી
Posted On:
07 FEB 2018 10:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળે આવકવેરા અંગે ડબલ કરવેરા દૂર કરવા અને કરચોરી અટકાવવા માટે ભારત અને ચીન વચ્ચેનાં કરારમાં સુધારા અંગેનાં પ્રોટોકોલ પર હસ્તાક્ષર અને સમર્થન માટે મંજૂરી આપી હતી.
અન્ય પરિવર્તનો ઉપરાંત પ્રોટોકલમાં અદ્યતન આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ માહિતીની આપ-લે માટેની વર્તમાન જોગવાઈઓમાં પણ ફેરફાર કરાશે. આ ઉપરાંત આધારઘસારાઅનેલાભ હસ્તાંતરણ(બીઇપીએસ) પરિયોજનાનાંકાર્યવાહી અહેવાલ હેઠળ લઘુત્તમ ધોરણો અંગેની સંધિના અમલીકરણ માટેનાં જરૂરી ફેરફારોને પણ આ પ્રોટોકલમાં સમાવી લેવામાં આવશે. જેમાં ભારત સમાન ધોરણે ભાગ લઈ રહ્યું છે. લઘુત્તમ ધોરણો ઉપરાંત પ્રોટોકલમાં બંને દેશો જે બાબત પર સહમત થયા છે તે બીઇપીએસનાંકાર્યવાહી અહેવાલમાં પણ પરિવર્તન લાવી શકશે.
(Release ID: 1519863)
Visitor Counter : 154