મંત્રીમંડળ

મંત્રીમંડળે પારા પર મિનામાતા સમજૂતીની પુષ્ટિને મંજૂરી આપી

Posted On: 07 FEB 2018 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પારા પર મિનામાતા સમજૂતીની પુષ્ટિને મંજૂરી આપી દીધી છે. તેની સાથે પુષ્ટ થયેલી સમજૂતી સુપરત કરીને ભારત સમજૂતીનો પક્ષ બની ગયો છે.

 

પારા પર મિનામાતા સમજૂતીની પુષ્ટિની મંજૂરી અંતર્ગત પારા આધારિત ઉત્પાદનો અને પારા સંયોજનો સંબંધિત પ્રક્રિયાઓનાં સંબંધમાં વર્ષ 2025 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

 

પારા પર મિનામાતા સમજૂતીનો અમલ સતત વિકાસનાં સંબંધમાં કરવામાં આવશે, જેનો ઉદ્દેશ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને પારા અને પારાનાં સંયોજનનાં ઉત્સર્જનથી બચવાનો છે.

 

આ સમજૂતી અંતર્ગત પારાનીહાનિકારક અસરોથી બચવામાં મદદ મળશે અને વિકાસશીલ દેશોનો વિકાસ સુરક્ષિત થઈ શકશે.

 

પારા પર મિનામાતા સમજૂતીથી ઉદ્યોગસાહસિકોને પ્રેરણા મળશે કે તેઓ પારામુક્ત વિકલ્પોને અપનાવે અને પોતાની નિર્માણ પ્રક્રિયાઓમાં પારામુક્ત ટેકનોલોજીનો ઉપયોગ કરે. તેનાથી સંશોધન અને વિકાસમાં ઝડપ આવશે તથા નવીનતાને પ્રોત્સાહન મળશે.


(Release ID: 1519854) Visitor Counter : 97


Read this release in: English