મંત્રીમંડળ

‘પ્રધાનમંત્રી સંશોધનઅધ્યેતા (પીએમઆરએફ)’ને કેબિનેટદ્વારા અમલીકરણ માટે અનુમતી

Posted On: 07 FEB 2018 10:36PM by PIB Ahmedabad

મંત્રીમંડળે પ્રધાનમંત્રી સંશોધન અધ્યેતા(પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો -પીએમઆરએફ) યોજનાનાં અમીલકરણ માટે આજે મંજૂરી આપી દીધી હતી. કુલ રૂપિયા 1650 કરોડની આ યોજના આજે વર્ષ 2018-19થી સાત વર્ષના સમયગાળા માટે રહેશે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સંશોધન અને ટેકનોલોજીનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ફેલોશિપ યોજના સંશોધન મારફતે વિકાસ માટેનાં તેમના દ્રષ્ટિકોણને યથાર્થ કરે છે. આ યોજના 2018-19ના બજેટનાં પ્રવચનમાં જાહેર કરવામાં આવી હતી.

 

આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓએ આઇઆઇએસસી / આઇઆઇટીએસ / એનઆઇટીએસ / આઇઆઇએસઇઆરએસ / આઇઆઇઆઇટીએસ માંથી વિજ્ઞાન શાખામાં બી. ટેક અથવા એમ. ટેક અથવા એમ.એસ.સી. કર્યું હોય અથવા તો તેના છેલ્લા વર્ષમાં હોય તેને આઇઆઇટી કે આઆઇએસમાં પીએચડી માટે સીધો પ્રવેશ આપવામાં આવશે. પીએમઆરએફ દ્વારા જાહેર કરાયેલા ધોરણો મુજબ આ લાયકાતો પૂરી કરનારા અને પસંદગી પ્રક્રિયા બાદ યાદીમાં સામેલ થયેલા આ પ્રકારનાં વિદ્યાર્થીઓને પ્રથમ બે વર્ષ માટે દર મહિને રૂપિયા 70,000, ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા 75,000 અને ચોથા તથા પાંચમા વર્ષે દર મહિને રૂપિયા 80,000ની ફેલોશિપ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિષદ અને સંમેલનોમાં પોતાનાં સંશોધનો પ્રસ્તુત કરવા વિદેશ પ્રવાસનાં ખર્ચ માટે સંશોધન અનુદાન(રિસર્ચ ગ્રાન્ટ) તરીકે દરેક વિદ્યાર્થીને પાંચ વર્ષના ગાળા માટે બે લાખ રૂપિયા અપવામાં આવશે. 2018-19થી શરૂ થતાં ત્રણ વર્ષના સમયગાળામાટે વધુમાં વધુ 3000 વિદ્યાર્થીઓને અધ્યેતાવૃત્તિ માટે પસંદ કરવામાં આવશે.

 

અત્યારનાંવિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં સ્વદેશી સંશોધન માટે દેશની પ્રતિભાઓને શોધી તેને મદદ માટે આ યોજના સહાયક રહેશે. આ યોજના હેઠળ થયેલા સંશોધનોથી એક તરફ દેશની પ્રાથમિક જરૂરીયાતોને પહોંચી વળવામાં મદદ મળશે તો બીજી તરફ દેશનાં મોખરાની શૈક્ષણિક સંસ્થાનોમાં ગુણવત્તાયુક્તવિદ્યાશાખાની ઉણપને પણ દૂર કરી શકાશે.



(Release ID: 1519833) Visitor Counter : 88


Read this release in: English