મંત્રીમંડળ
મંત્રીમંડળે નામાંકન અને પીએસસી વ્યવસ્થા અંતર્ગત છોડવામાં આવેલ ક્ષેત્રોનાં સંબંધમાં ઓએનજીસી અને ઓઆઈએલના 60 બિનમુદ્રીકૃત શોધાયેલા લઘુતમ ઓઇલ ક્ષેત્ર (ડીએસએફ)નાં બિડનાં રાઉન્ડ-11ને મંજૂરી આપી
Posted On:
07 FEB 2018 10:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ પોલિસી બિડ (શોલાયેલા લઘુ ક્ષેત્ર માટેની નીતિની બોલી – ડીએસએફ)નાં 11માં રાઉન્ડ અંતર્ગત ઓળખ કરાયેલા 60 સંશોધિત લઘુ ક્ષેત્રો/બિનમુદ્રિકૃત સંશોધનો માટે 14.10.2015નાં રોજ અધિસૂચિત સંશોધિત લઘુ ક્ષેત્ર નીતિનાં વિસ્તાર માટે મંજૂરી આપી દીધી છે. તેમાં 22 ક્ષેત્ર/સંશોધિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) લિમિટેડનાં, 5 ક્ષેત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (ઓઆઈએલ) તથા નવી સંશોધિત અને લાઇસન્સિંગ નીતિ (એનઈએલપી) બ્લોકોમાંથી છોડવામાં આવેલા 12 ક્ષેત્રો સામેલ છે. આ ઉપરાંત 21 ક્ષેત્ર/સંશોધિત ડીએસએફ બિડનાં રાઉન્ડ 1માં બાકી છે, જેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રોકાણકારોએ યોગ્ય રસ ન દાખવતા કરાર કરવામાં આવ્યો નહોતો.
વિગત:
- આ સંશોધનોમાં 194.65 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) ઓઇલ અને તેનાં જેટલો ગેસ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
- આ ઓઇલ ક્ષેત્રોને ઝડપથી વિકસાવવામાં આવશે અને તેનું મુદ્રીકરણ કરવામાં આવશે, જેનાં પરિણામે ઓઇલ અને ગેસ ઉત્પાદનમાં વધારો થશે અને તેનાથી દેશની ઊર્જા સુરક્ષા વધશે.
- એક અંદાજ મુજબ, આ ઓઇલ ક્ષેત્રોમાં રોકાણ કરવાથી 88,000થી વધારે પ્રત્યક્ષ, પરોક્ષ અને લાભદાયક રોજગારીનું સર્જન થશે.
- આ નીતિને ભવિષ્યની બોલીનાં તબક્કામાં લાગુ કરવામાં આવશે. સચિવ (પેટ્રોલિયમ અને કુદરતી ગેસ), સચિવ (ખર્ચ) અને કાયદા સચિવ ધરાવતી સચિવોની સક્ષમ સમિતિ (ઇસીએસ) આવકની વહેંચણીનાં આદર્શ કરાર, નોટિસ મંગાવતી ઓફર (એનઆઇઓ) અને સંશોધિત લઘુ ક્ષેત્રોની બિડનાં રાઉન્ડ 11નાં દસ્તાવેજોને અંતિમ સ્વરૂપે આપશે તથા સ્વીકૃત કરશે.
- કોન્ટ્રક્ટ આપવાની મંજૂરી ઈસીએસની ભલામણોનાં આધારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તથા નાણાં મંત્રી આપશે.
(Release ID: 1519829)
Visitor Counter : 148