યુવા બાબતો અને રમત મંત્રાલય

નીલમ કપૂરે ભારતીય ખેલ પ્રાધિકરણનાં મહાનિદેશકનો પદભાર સંભાળ્યો

Posted On: 07 FEB 2018 5:45PM by PIB Ahmedabad

અમદાવાદ, 07-02-2018

 

સુશ્રી નીલમ કપૂરે આજે (07-02-2018) ભારતીય ખેલ પ્રધિકરણનાં મહાનિદેશકનાં રૂપમાં પદભાર સંભાળ્યો છે.

તેઓ 1982ની બેચનાં ભારતીય સૂચનાં સેવાનાં અધિકારી છે, આ પહેલા તેઓએ રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન (એએસીઓ)માં મહત્વપૂર્ણ હોદ્દા પર કાર્ય કર્યું હતું, અને ફિલ્મ સમારોહ નિદેશાલય, દ્રશ્ય-શ્રાવ્ય પ્રચાર નિદેશાલય (ડીએવીપી) અને ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય (ડીએફપી)માં પણ પ્રમુખ હોદ્દા પર રહ્યા હતા.

પત્ર સૂચના કાર્યાલય (પીઆઈબી)માં મહાનિદેશક (ડીજી) તરીકેનાં પોતાના કાર્યકાળ દરમિયાન સુશ્રી નીલમ કપૂરે 2010માં નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રમંડલ રમતોમાં મીડિયા ઓપરેશનની પ્રમુખ ભૂમિકા નિભાવી હતી.

 

NP/J.Khunt/GP                                                               


(Release ID: 1519522) Visitor Counter : 154


Read this release in: English