Ministry of Finance

જીએસટી પરિષદે સર્કસ, નૃત્ય અને નાટ્ય મંચ પર જીએસટીમાં રાહત આપવાની ભલામણ કરી

દેશમાં સાંસ્કૃતિક તેમજ ખેલ આયોજનોમાં પ્રવેશ માટે જીએસટી અંતર્ગત છૂટ મર્યાદા પ્રતિ વ્યક્તિ 250 રૂપિયાથી વધારી 500 રૂપિયા કરાઈ

Posted On: 07 FEB 2018 5:16PM by PIB Ahmedabad

અમદાવાદ, 07-02-2018

 

જીએસટી પરિષદે 18 જાન્યુઆરી, 2018ના રોજ આયોજિત પોતાની બેઠકમાં જીએસટીમાં છૂટના ઉદ્દેશ્યથી એ ભલામણો કરી છે કે નાટક અથવા નૃત્ય, પુરસ્કાર સમારોહ, જાહેર કાર્યક્રમો, સંગીત સમારોહ અને માન્યતા પ્રાપ્ત રમત-ગમત આયોજનો માટે પ્રવેશ ટિકિટ પર છૂટ રકમની મર્યાદા પ્રતિ વ્યક્તિ 250 રૂપિયાથી વધારી 500 રૂપિયા કરી શકે છે. પરિષદે એ પણ ભલામણ કરી છે કે પ્લેનેટોરિયમમાં પ્રવેશને પણ પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા સુધીની આ છૂટ મર્યાદાનો લાભ આપી શકાય છે.

પરિષદે આ ભલામણોને અમલી બનાવવા માટેની સૂચનાઓ 25 જાન્યુઆરી, 2018ના રોજ જાહેર કરી છે. તદાનુસાર 25 જાન્યુઆરી, 2018 થી નાટક અથવા નૃત્ય, પુરસ્કાર સમારોહ, જાહેર કાર્યક્રમો, સંગીત સમારોહ, માન્યતા પ્રાપ્ત રમત-ગમત આયોજનો અને પ્લેનેટોરિયમમાં પ્રવેશ માટે પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા સુધીની પ્રવેશ ટિકિટને જીએસટીમાંથી છૂટ આપી દેવાઈ છે. આ પગલાથી દેશમાં આ પ્રકારના સાંસ્કૃતિક તેમજ રમત-ગમતનાં આયોજનોને પ્રોત્સાહન મળવાની આશા છે.

 

NP/J.Khunt/GP                                                                       


(Release ID: 1519516) Visitor Counter : 309