PIB Headquarters

“શહેરી સેવાઓનું આયોજન તેમજ વ્યવસ્થા” પર વિશ્વવ્યાપી વ્યાવસાયિકો માટે હુડકો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ કાર્યક્રમ

Posted On: 02 FEB 2018 5:09PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 02-02-2018

હુડકો દ્વારા તા. 15 જાન્યુઆરી થી 9 માર્ચ, 2018 દરમિયાન 37માં આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ છે શહેરી સેવાઓનું આયોજન તેમજ વ્યવસ્થા. કાર્યક્રમને વિદેશ મંત્રાલય, ઈન્ડિયન ટેકનીકલ એડ ઈકોનોમિક કો-ઓપરેશન (આઈટીઈસી), સ્પેશ્યલ કોમનવેલ્થ આસિસ્ટન્સ ફોર આફ્રીકા પ્રોગ્રામ (એસસીએએપી) અંતર્ગત સહયોગ મળ્યો છે. જેમાં 15 દેશોના 23 પ્રતિભાગીઓએ ભાગ લીધો છે. હુડકોનાં અધ્યક્ષ તેમજ મહાનિદેશક ડૉ. એમ. રવિકાંતે કાર્યક્રમનાં તાલીમાર્થીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને તેમને આયોજન તેમજ વ્યવસ્થાનાં મોડલ વિશે માહિતગાર કર્યા હતા.

15 દેશોના 23 પ્રતિભાગીઓ કાર્યક્રમ હેઠળ ભારતમાં શહેરી કેન્દ્રોનાં આયોજન તેમજ વ્યવસ્થાનાં મોડલ્સને સમજવા માટે ભારતભરમાં વિવિધ શહેરી વિકાસની પરિયોજનાઓની મુલાકાત કરશે.

 

NP/J.Khunt/GP                                                                                                                                    



(Release ID: 1518950) Visitor Counter : 127


Read this release in: English