રસાયણ અને ખાતર મંત્રાલય

ગામ, ગરીબ, મહિલા અને ખેડુતોને આગળ વધવાની તકોનું નિર્માણ કરતું બજેટ : કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

“ઈઝ ઓફ લીવિંગ” નો વિચાર દેશનાં નાગરિકોનું જીવન ધોરણ સુધારવા પ્રેરકબળ બની રહેશે.

આર્થિક શિસ્ત દેશનાં અર્થતંત્રને લાંબાગાળાનાં પડકારો માટે સુસજ્જ બનાવશે.

ખેડૂતોને ખેત પેદાશોનું દોઢગણું મુલ્ય આપવાનો નિર્ણય સર્વાંગી વિકાસનો પાયો નાખશે.

Posted On: 01 FEB 2018 6:17PM by PIB Ahmedabad

અમદાવાદ, 01-02-2018

           

            વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજુ થયેલ બજેટ બહુઆયામી અને લાંબાગાળાની અસરો છોડી જનારું બની રહેશે. ગામ, ગરીબ, ખેડૂત, મહિલા અને ઉદ્યોગોની ચિંતા કરતુ આ બજેટ પ્રગતિનાં નવા અવસરોનું નિર્માણ કરશે તેની સાથે જ લાંબાગાળાની અસરો છોડી જશે. તેવુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવેલ છે. 

            “ઈઝ ઓફ લીવિંગ” ને આધાર બનાવી બજેટ રજુ કરી સરકારે દેશનાં જન-જન માટેની ચિંતાનો ચિતાર આપ્યો છે. આ બજેટમાં કરેલ ઘણા નિર્ણયો લાંબાગાળાની અસરો ઊભી કરશે.જેમકે, ખેડુતોને ખેત પેદાશ માટે દોઢ ગણા ભાવ આપવાની નીતિથી આજે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે, તેની સાથે જ ખેતધીરાણની વધારેલી રકમથી ખેડૂતોની ખેતી કરવી આસાન બનશે. ગરીબોના સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલ ચિંતા તથા ત્રણ લોકસભા દિઠ એક મેડીકલ કોલેજોના નિર્માણ જેવા નિર્ણયોથી જાહેર સ્વાસ્થ્ય સુધરશે.

            આ બાજેટમાં MSMEઅને રોજગાર સર્જન પર ખાસ ભાર મુકેલ છે. મહિલા નોકરીયાત માટે પી.એફ. માટે સરકારે વિશેષ સહયોગ આપીને મહિલા રોજગાર સર્જન કરવા માટે પ્રયત્ન કરેલ છે. ગામડામાં માળખાકીય અને પાયાની સુવિધા સાથે જ ઈન્ટરનેટ કનેક્ટીવીટી તથા રોડ કનેક્ટીવીટી સુધારવા કરેલ પ્રયત્નથી ગામડાને આગળ વધાવવાનો અવસર મળી રહેશે.

આ તમામની સાથે જ સરકારે નાણાંકીય શિસ્તને આગળ વધારીને એક લાંબાગાળાનું મજબુત અર્થતંત્ર નિર્માણ કરવાની પ્રતિબધ્ધ્તા કાયમ રાખી છે.

 

NP/J.Khunt/GP                        



(Release ID: 1518772) Visitor Counter : 148