નાણા મંત્રાલય
બજેટ 2018-19ની મુખ્ય બાબતો
Posted On:
01 FEB 2018 6:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
- નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ સંસદમાં સામાન્ય બજેટ 2018-19 રજુ કર્યું.
- સામાન્ય અંદાજપત્રમાં કૃષિ, ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, એમએસએમઈ અને પાયાગત માળખાનાં ક્ષેત્રોને મજબુત કરવાનાં મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- સરકારે જણાવ્યું કે, અનેક માળખાગત સુધારાઓને કારણે ભારત પણ વિશ્વનાં સૌથી વધુ ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં સમાવિષ્ટ થઇ જશે. ઉત્પાદન, સેવા અને નિકાસ ક્ષેત્રો વૃદ્ધિનાં માર્ગે પાછા આવી જવાના કારણે ભારત હવે 8 ટકાથી પણ વધુનો આર્થિક વિકાસ દર પ્રાપ્ત કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યો છે.
- મોટા ભાગનાં રવિ પાકોની જેમ જ તમામ બિનજાહેર ખરીફ પાકોની એમએસપી તેમની ઉત્પાદન કિંમત કરતા દોઢ ગણી થશે; કૃષિ ક્ષેત્રને સંસ્થાગત ધિરાણ વર્ષ 2014-15ના 8.5 લાખ કરોડ રૂપિયાથી વધીને વર્ષ 2018-19માં 11 લાખ કરોડ રૂપિયા.
- 86 ટકા નાના અને સીમાંત ખેડૂતોનાં હિતોની રક્ષા માટે 22,000 ગ્રામીણ હાટોને ગ્રામીણ કૃષિ બજારોના રૂપમાં વિકસિત તેમજ ઉન્નત કરવામાં આવશે.
- ખેડૂતો અને ગ્રાહકોના હિતમાં બટેકા, ટામેટા અને ડુંગળીની કિંમતોમાં ઝડપી વધ-ઘટની સમસ્યાને પહોંચી વળવા માટે ‘ઓપરેશન ગ્રીન્સ’ લોન્ચ કરવામાં આવ્યું.
- મત્સ્ય ઉછેર અને પશુપાલન ક્ષેત્રો માટે 10,000 કરોડ રૂપિયાનાં બે નવા ભંડોળની જાહેરાત, પુનઃનીર્મિત રાષ્ટ્રીય વાંસ મિશન માટે 1290 કરોડ રૂપિયાની ફાળવણી.
- મહિલા સ્વયં સહાય જૂથોને મળનારી ધિરાણ રકમને પાછલા વર્ષના 42,500 કરોડ રૂપિયાથી વધારીને વર્ષ 2019માં 75,000 કરોડ રૂપિયા કરવામાં આવશે.
- નીચલા અને મધ્યમ વર્ગને મફત એલપીજી જોડાણો, વીજળી અને શૌચાલય સુલભ કરાવવા માટે ઉજ્જવલા, સૌભાગ્ય અને સ્વચ્છ મિશન માટે વધુ લક્ષ્ય નિર્ધારણ.
- સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક સંરક્ષણ માટેનો ખર્ચ 1.38 લાખ કરોડ રૂપિયા થશે.
- જનજાતીય વિદ્યાર્થીઓ માટે વર્ષ 2022 સુધીમાં દરેક જનજાતીય બ્લોકમાં એકલવ્ય આવાસીય શાળા બનાવાશે. અનુસુચિત જાતિઓનાં કલ્યાણ માટેનું ભંડોળ વધારવામાં આવ્યું.
- બીજી વખત અને ત્રીજી વખત ઈલાજ માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીની રકમની સહાય સાથે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં 10 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવામાં આવશે.
- રાજકોષીય ખાધ 3.5 ટકા નક્કી કરવામાં આવી, જે 2018-19માં 3.3 ટકા રહેવાનું અનુમાન છે.
- પાયાગત માળખાનાં ક્ષેત્રો માટે 5.97 લાખ કરોડ રૂપિયાની ફાળવણી.
- 10 મુખ્ય સ્થળોને પ્રતિક પર્યટન સ્થાનોના રૂપમાં વિકસિત કરવામાં આવશે.
- નીતિ આયોગ કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ) પર એક રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે.
- રોબોટીક્સ, એઆઈ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ વગેરે પર ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે.
- રોકાણ 72,500 કરોડ રૂપિયાના લક્ષ્યને પાર કરીને 1,00,000 કરોડ રૂપિયાના સ્તર પર પહોંચ્યું.
- પીળી ધાતુને એક અસ્કયામત શ્રેણીનાં રૂપમાં વિકસિત કરવા માટે વ્યાપક સ્વર્ણ નીતિ બનાવવાની તૈયારી.
- 100 કરોડ રૂપિયા સુધીનાં વાર્ષિક કારોબાર વાળી ખેડૂત ઉત્પાદન કંપનીઓનાં રૂપમાં નોંધાયેલી કંપનીઓની આ પ્રકારની ગતિવિધિઓથી મળનારા લાભ પર 2018-19થી લઈને પાંચ વર્ષો સુધી 100 ટકા કપાતનો પ્રસ્તાવ.
- કલમ 80-જેજેએએ અંતર્ગત નવા કર્મચારીઓને અપાનારા કુલ પગાર પર 30 ટકા કપાતમાં રાહત મુકીને તેને પગરખા તેમજ ચામડા ઉદ્યોગ માટે 150 દિવસ કરવામાં આવશે, જેથી વધુ રોજગારીનું નિર્માણ થઇ શકે.
- એવી અચલ સંપત્તિમાં લેવડદેવડના સંબંધમાં કોઈ ગોઠવણ નહિં કરવામાં આવે જેમાં સર્કલ રેટ મુલ્ય કુલ કિંમતનાં 5 ટકાથી વધારે નહિં હોય.
- 50 કરોડ રૂપિયાથી ઓછો વહીવટ (નાણાકીય વર્ષ 2015-16માં)કરનારી કંપનીઓ માટે હાલ ઉપલબ્ધ 25 ટકાનાં ઘટેલા દરનો લાભ નાણાકીય વર્ષ 2016-17માં 250 કરોડ રૂપિયા સુધીનાં વહીવટની જાણકારી આપનારી કંપનીઓને પણ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જેથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાભ મળી શકે.
- પરિવહન ભથ્થા માટે હાલ ઉપલબ્ધ છૂટ અને વિવિધ ઉપચાર ખર્ચાઓની પૂર્તિના સ્થાન પર 40,000 રૂપિયાની પ્રમાણભૂત કપાત. તેનાથી 2.5 કરોડ નોકરિયાત કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ મળશે.
- વરિષ્ઠ નાગરિકોને પ્રસ્તાવિત રાહત.
- બેંકો અને પોસ્ટ ઓફિસોમાં જમા થયેલ રકમ પર વ્યાજ આવક સંબંધી છૂટ 10,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા કરવામાં આવશે.
- કલમ 194એ અંતર્ગત ટીડીએસ કાપવાની જરૂર નહિં. તમામ સ્થિર જમા યોજનાઓ અને પુનરાવર્તિત જમા યોજનાઓ હેઠળ પ્રાપ્ત વ્યાજ પર પણ લાભ મળશે.
- કલમ 80ડી અંતર્ગત સ્વાસ્થ્ય વીમા પ્રીમીયમ અને/અથવા ઉપચાર ખર્ચ માટે કપાત મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.
- કલમ 80ડીડીબી અંતર્ગત કેટલીક વિશેષ ગંભીર બીમારીઓ ઉપર ચિકિત્સા ખર્ચ માટે કપાત મર્યાદા 60,000 રૂપિયા (વરિષ્ઠ નાગરિકોના મામલે) અને 80,000 રૂપિયા (અતિ વરિષ્ઠ નાગરિકોનાં મામલે)થી વધારીને તમામ વરિષ્ઠ નાગરિકો માટે 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
- પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો સમયગાળો માર્ચ 2020 સુધી વધારવાનો પ્રસ્તાવ. વર્તમાન રોકાણ મર્યાદાને પ્રત્યેક વરિષ્ઠ નાગરિક દીઠ 7.5 લાખ રૂપિયાની વર્તમાન મર્યાદાથી વધારીને 15 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ.
- આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈએફએસસી)માં ઉપસ્થિત સ્ટોક એક્સચેન્જોમાં કારોબારમાં વૃદ્ધિ કરવાના હેતુસર આઈએફએસસી માટે હજુ વધારે છૂટછાટ.
- રોકડ અર્થતંત્રને નિયંત્રણમાં રાખવા માટે ટ્રસ્ટો અને સંસ્થાનોને 10,000 રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરવાની પરવાનગી નહિં હોય અને તેના પર પણ ટેક્સ લગાવવામાં આવશે.
- 1 લાખ રૂપિયાથી વધુનાં લાંબાગાળાનાં નાણાકીય લાભ પર 10 ટકાના દરે કર લાગુ કરવામાં આવશે જેમાં કોઈપણ યાદીગત લાભ નહિં મળે. જો કે 31 જાન્યુઆરી, 2018 સુધી થયેલા તમામ લાભોને સુરક્ષિત રાખવામાં આવશે.
- ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વિતરિત કરવામાં આવેલ આવક પર 10 ટકાના દરે કર લાગુ કરવાનો પ્રસ્તાવ.
- વ્યક્તિગત આવકવેરો અને કોર્પોરેશન ટેક્સ પર આપવાનાં ઉપકરને વર્તમાન 3 ટકાથી વધારીને 4 ટકા કરવાનો પ્રસ્તાવ.
- પ્રત્યક્ષ કર સંગ્રહમાં હજુ વધારે નિપુણતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનાં ઉદ્દેશ્યથી આંતરિક સંપર્ક લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે દેશભરમાં ઈ-નિર્ધારણ શરૂ કરવાનો પ્રસ્તાવ.
- દેશમાં હજુ વધારે રોજગારીનાં નિર્માણને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વિભિન્ન ક્ષેત્રો જેવા કે ખાદ્ય પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક્સ, વાહનોનાં સાધન સામાન, ફૂટવેર અને ફર્નીચરમાં ‘મેક ઇન ઇન્ડિયા’ તથા સ્થાનિક મુલ્ય વૃદ્ધીકરણને પણ પ્રોત્સાહિત કરવા માટે મર્યાદિત મુલ્યમાં ફેરબદલી કરવાનો પ્રસ્તાવ.
NP/J.Khunt/GP
(Release ID: 1518770)
|