નાણા મંત્રાલય

પગારદાર કરદાતાઓને રાહતઃ વર્તમાન કાપને બદલે 40,000 રૂપિયાનાં પ્રમાણભૂત કાપનો લાભ મળશે

2.5 કરોડ પગારદારો અને પેન્શનધારકોને લાભ મળશે

દિવ્યાંગજનોને પ્રાપ્ત પરિવહન ભથ્થાંનાં વધારેલા દરનો લાભ મળતો રહેશે

Posted On: 01 FEB 2018 5:49PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

પગારદાર કરદાતાઓને રાહત આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, પરિવહન ભથ્થું અને ચિકિત્સા સંબંધિત વિવિધ ખર્ચનાં સંદર્ભમાં વર્તમાન કાપને બદલે 40,000 રૂપિયાનાં પ્રમાણભૂત કાપની મંજૂરી આપવામાં આવી છે. જોકે દિવ્યાંગજનોનાં વધેલા દર પર પરિવહન ભથ્થું મળવાનું ચાલુ રહેશે.

સંસદમાં આજે સાધારણ બજેટ 2018-19 રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે, પ્રમાણભૂત કાપથી પેન્શનધારકોને મહત્ત્વપૂર્ણ લાભ મળશે, જે સામાન્ય રીતે પરિવહન અને ચિકિત્સા સંબંધિત ખર્ચના સંબંધમાં ભથ્થાનો કોઈ લાભ મેળવી શકતાં નથી. આ નિર્ણયનો અમલ કરવા પાછળ સરકારને લગભગ 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ નિર્ણયનો લાભ આશરે 2.5 કરોડ પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે.

શ્રી જેટલીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન સરકારે વ્યક્તિગત આવકવેરાનાં દરોમાં અનેક લાભદાયક ફેરફાર કર્યા છે. એટલે હું વ્યક્તિગત આવકવેરાનાં દરનાં માળખામાં કોઈ પણ ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરતો નથી. સામાન્ય રીતે સમાજમાં માન્યતા છે કે પગારદાર વર્ગની સરખામણીમાં વ્યક્તિગત વ્યવસાય કરનાર વ્યક્તિઓની આવક સારી હોય છે.

વધુમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કાગળની કાર્યવાહી ઓછી થશે અને પગારદારોને કર ચૂકવણી ઘટાડવામાં મદદ મળશે.

 

NP/J.Khunt/GP            



(Release ID: 1518729) Visitor Counter : 204


Read this release in: English