નાણા મંત્રાલય

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ફાળવણીમાં વૃદ્ધિ

Posted On: 01 FEB 2018 5:33PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

        કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર 2018-19 રજૂ કરતાં કહ્યું કે અનુસૂચિત જાતિઓ માટે 279 કાર્યક્રમો માટે વર્ષ 2016-17ના 34,334 કરોડ રૂપિયાની તુલનામાં વર્ષ 2017-18માં ફાળવણી વધારીને 52,179 કરોડ રૂપિયા કરાઈ છે. આ રીતે અનુસૂચિત જાતિ-જનજાતિઓ માટે ચાલુ 305 કાર્યક્રમો માટે 2016-17માં 21,811 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. જો કે વર્ષ 2017-18માં તે વધારીને 32,508 કરોડ રૂપિયા કરાઈ છે. નાણાં મંત્રીએ કહ્યું કે નાણાં વર્ષ 2018-19માં આ રાશિને વધારી દેવાઈ છે અને અનુસૂચિત જાતિઓ માટે 56,619 કરોડ રૂપિયા અને અનુસૂચિત જનજાતિઓ માટે 39,135 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

 

NP/J.Khunt/GP            



(Release ID: 1518701) Visitor Counter : 205


Read this release in: English