નાણા મંત્રાલય

સામાન્ય અંદાજપત્ર 2018-19માં કર રાહતમાં 99 ટકા નાના ઉદ્યોગોને ફાયદો થશે

કર રાહત દ્વારા સરકારને 7000 કરોડ રૂપિયાનો બોજ

Posted On: 01 FEB 2018 5:26PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

        કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ, એ કંપનીઓ માટે 25 ટકાના ઘટાડેલા દરનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમનું 2016-17ના નાણાકીય વર્ષમાં ટર્ન ઓવર 250 કરોડ રૂપિયા સુધીનું રહ્યું હોય. તેનાથી નાના લઘુ અને મધ્યમ લઘુ ઉદ્યોગના સમગ્ર વર્ગને લાભ થશે. ટેક્સ રિટર્ન દાખલ કરનારી 99 ટકા કંપનીઓ આ દાયરામાં આવી જાય છે. આ નિર્ણયથી સરકારને 2018-19ના નાણાકીય વર્ષમાં 7000 કરોડનો બોજો પડશે. તેની સ્વીકારીને નાણા મંત્રીએ આજે સંસદમાં જણાવ્યું હતું કે ચરણબદ્ધ પ્રકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા માટે મારું વચન પૂર્ણ કરવાની દિશામાં ભરાયેલું આ પગલું છે. કોર્પોરેટ ટેક્સના લઘુત્તમ દરથી 90 ટકા કંપનીઓને લાભ થશે. તેમની પાસે રોકાણ કરવા માટે વધારે રકમ રહેશે. તેનાથી રોજગારની નવી તકો ઉભી થશે.

        નાણા મંત્રીએ સામાન્ય અંદાજપત્ર 2017ને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમણે 50 કરોડ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 25 ટકા સુધી લાવવાની જાહેરાત કરી હતી. ટેક્સ રિટર્ન દાખલ કરનારી 96 ટકા કંપનીઓને તેનાથી ફાયદો થશે. નાણા મંત્રીએ કહ્યું કે આ નિર્ણય બાદ રિટર્ન દાખલ કરનારી કુલ સાત લાખ કંપનીઓમાંથી 7000 કંપનીઓ એવી હશે જેમનું ટર્ન ઓવર 250 કરોડ રૂપિયાથી વધુ હશે અને તે 30 ટકાના કરના દાયરામાં આવી જશે.

 

NP/J.Khunt/GP                        



(Release ID: 1518694) Visitor Counter : 155


Read this release in: English