નાણા મંત્રાલય
2018-19ના વર્ષ માટે રેલવેનો મૂડીગત ખર્ચ 1,48,528 કરોડ રૂપિયા
2018-19 દરમિયાન પ્રથમ આધુનિક ટ્રેન-સેટ શરૂ થશે
મુંબઈ-બેંગલોર રેલ નેટવર્કમાં વિસ્તાર
હાઈ સ્પિડ રેલ પરિયોજનાઓ માટે શ્રમિકોને પ્રશિક્ષિત કરવા માટે વડોદરામાં સંસ્થાનની સ્થાપના
Posted On:
01 FEB 2018 5:08PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
દેશમાં રેલ નેટવર્કને મજબૂત કરવા માટે સરકારે ભાર મૂક્યો છે તે બાબતને ધ્યાનમાં રાખીને સામાન્ય અંદાજપત્ર 2018-19માં આ મંત્રાલય માટે આવકમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર 2018-19 રજૂ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19 માટે રેલવેના મૂડીગત ખર્ચમાં વધારો કરીને 1,48,528 કરોડ રૂપિયા કરાયો છે. તેનો એક મોટો હિસ્સો ક્ષમતા વિકાસ માટે ખર્ચ કરાશે. 18000 કિલોમીટરની ડબલ, ત્રણ અને ચોથી લાઈનના નિર્માણ કાર્ય અને 5000 કિલોમીટરના ગેજ પરિવર્તનથી ક્ષમતામાં વધારો થશે અને લગભગ સમગ્ર નેટવર્કને બ્રોડ ગેજમાં ફેરવી નાખવામાં આવશે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે 2017-18 દરમિયાન 4000 કિલોમીટરનું રેલ નેટવર્કનું વિદ્યુતીકરણ ચાલુ થઈ જશે.
નાણા મંત્રી શ્રી જેટલીએ 2018-19 દરમિયાન 12000 વેગન, 5160 કોચ અને લગભગ 700 લોકોમોટિવની ખરીદીની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમ રેલવેમાં ફ્રેટ કોરીડોરમાં કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. માલ શેડોમાં સંરચના વધુ મજબૂત કરવા માટે અને અંગત સાઇડિંગના ફાસ્ટ ટ્રેક કાર્ય શરૂ કરવા માટે એક પ્રમુખ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
શ્રી જેટલીએ ખાતરી આપી હતી કે ફોગ સેઇફ અને ટ્રેન પ્રોટેક્શન અને વોર્નિંગ સિસ્ટમ જેવી આધુનિક પ્રણાલીનો પ્રયોગ વધારવામાં આવશે. આગામી બે વર્ષમાં 4267 માનવરહિત લેવલ ક્રોસિંગને બંધ કરીને તેને બિઝી નેટવર્કમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા 600 મુખ્ય રેલવે સ્ટેશનને ફરીથી વિકસિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. 25 હજારથી વધારે પ્રવાસીઓ ધરાવતા સ્ટેશનોમાં એક્સલેટર લગાવવામાં આવશે. તમામ રેલવે સ્ટેશનો અને રેલગાડીઓમાં વાઈ-ફાઈ સુવિધા આપવામાં આવશે. તમામ રેલવે સ્ટેશનો અને રેલગાડીઓમાં સીસીટીવી પણ લગાવવામાં આવશે જેથી કરીને યાત્રીઓની સુરક્ષા વધારે મજબૂત બનાવી શકાશે.
નાણા મંત્રીએ માહિતી આપી હતી કે મુંબઈની પરિવહન વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે અને 11,000 કરોડ રૂપિયાના ખર્ચે 90 કિલોમીટર પાટાઓનો વિસ્તાર કરવામાં આવશે. લગભગ 40,000 કરોડ રૂપિયા ખર્ચે 150 કિલોમીટર વધારાની ઉપનગરીય નેટવર્ક યોજના બનાવવામાં આવશે જેમાં કેટલાક ઊંચા ભાગો પણ સામેલ છે. બેંગલોરમાં મેટ્રોસિટી વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે 17,000 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજીત 160 કિમી નેટવર્કની યોજના બનાવવામાં આવી રહી છે. ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ યોજના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની આધારશિલા 14 સપ્ટેમ્બર 2017ના રોજ રાખવામાં આવી હતી. હાઈ સ્પીડ રેલ યોજના માટે જરૂરી શ્રમબળને તાલિમ આપવા માટે વડોદરામાં એક સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે.
NP/J.Khunt/GP
(Release ID: 1518669)
Visitor Counter : 209