નાણા મંત્રાલય

સરકાર સામાજિક કલ્યાણ યોજનાઓને ધિરાણ માટે આયાત કરેલી વસ્તુઓ પર સામાજિક કલ્યાણ સરચાર્જ લગાવશે

Posted On: 01 FEB 2018 5:01PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

        કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આયાત કરેલી વસ્તુઓ પરથી શિક્ષણ ઉપકર તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ઉપકર હટાવી અને તેની જગ્યાએ સામાજિક કલ્યાણ સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર 2018-19 રજૂ કરતા શ્રી જેટલીએ જણાવ્યું કે આયાત કરેલી વસ્તુઓ પર સામાજિક કલ્યાણ સરચાર્જ કુલ સીમા શુલ્કના 10 ટકાના દરે લગાવાશે અને એનાથી સરકારની સામાજિક કલ્યાણ યોજનાઓ માટે જરૂરી ધનરાશિ મેળવવામાં મદદ મળશે.

        નાણાંમંત્રીએ એ પણ કહ્યું કે જે આયાત વસ્તુઓ પર અત્યાર સુધી શિક્ષણ ઉપકર નહોતો લાગતો તેના પર સરચાર્જ પણ નહીં લાગે. આ ઉપરાંત કેટલીક વિશિષ્ઠ વસ્તુઓ (જેનો ઉલ્લેખ અંદાજપત્રીય ભાષણની અનુસૂચિ 6માં કરાયો છે.) પર પ્રસ્તાવિત સરચાર્જ કુલ સીમા શુલ્કનાં માત્ર 3 ટકાનાં દરે લેવાશે.

 

NP/J.Khunt/GP                        


(Release ID: 1518663) Visitor Counter : 177


Read this release in: English