નાણા મંત્રાલય
2017-18ના સમયગાળા દરમિયાન રોકાણ મારફતે વિક્રમજનક એક લાખ કરોડ એકત્રિત કરવાની અપેક્ષા
બેંકોનાં પુનઃમૂડીકરણ કાર્યક્રમ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને વધુ પાંચ લાખ કરોડ રૂપિયા ઉધાર આપી શકાશે
Posted On:
01 FEB 2018 4:34PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
સરકારે રોકાણ એકત્રિત કરવા તથા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા લાવવા માટેના ઉપાયો શરૂ કરી દીધા છે. 2018-19નું અંદાજપત્ર રજૂ કરતાં નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં કહ્યું હતું કે સરકારે 24 કેન્દ્રિય સાર્વજનિક ક્ષેત્રનાં ઉદ્યમોમાં નીતિગત રોકાણની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં એર ઇન્ડિયાનું નીતિગત ખાનગીકરણ પણ સામેલ છે.
ભંડોળ એકત્રિત કરવાના સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કરીને નાણા મંત્રીએ જણાવ્યું હતું કે 14,500 કરોડ રૂપિયા હાંસલ કરવા માટે શરૂ કરાયેલું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ભારત-22 તમામ ભાગોમાં ઓવર સબસ્ક્રાઈબ હતું. આ જ રીતે રોકાણ માટે 2017-18ના બજેટનો અંદાજ 72,500 કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર સ્થિર હતો અને તેનાથી અંદાજીત પ્રાપ્તિ પણ 2017-18માં લક્ષ્યાંક કરતાં ઘણી વધારે એક લાખ કરોડ રૂપિયા સુધીની થવાનો અંદાજ છે. નાણા મંત્રીએ 2018-19 માટે રોકાણનું લક્ષ્યાંક પણ 80,000 કરોડ રૂપિયા રાખ્યું છે.
પોતાનાં બજેટના સંબોધનમાં નાણા મંત્રીએ જણાવ્યું હતું કે બેંકોની નવી મૂડી ઉપલબ્ધ કરાવવાનાં કાર્યક્રમની શરૂઆત આ વર્ષે 80 હજાર કરોડ રૂપિયાનાં બોન્ડથી શરૂ કરાઈ રહી છે. આ નવી મૂડી હાંસલ થતાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો માટે પાંચ લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડી ઉધાર આપવા માટેનો માર્ગ ખૂલી જશે. સુદ્રઢ ક્ષેત્રિય ગ્રામીણ બેંકોને બજારમાંથી મૂડી એકત્રિત કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે જેથી તેઓ ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં પોતાની શાખ વધારી શકે.
ભારતીય રિઝર્વ બેંક પાસેથી સરકારે પોતાની ઇક્વિટી હાંસલ કરવા માટે રાષ્ટ્રીય આવાસ બેંક અધિનિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટપાલ સેવા અધિનિયમ, ભવિષ્ય નિધી અધિનિયમ અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અધિનિયમનું એકીકરણ થવા જઈ રહ્યું છે તથા કેટલાક વધારના લોકોપયોગી ઉપાયો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકને અધિક લિક્વીડિટીની વ્યવસ્થાનું માધ્યમ બનાવવા, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમને થાપણ જમા સવલતનાં રૂપમાં સંસ્થાકીય કરવાના હેતુથી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ અધિનિયમ, 1996માં પણ ફેરફાર થઈ રહ્યો છે જેથી કાનૂની પ્રક્રિયા સાનુકૂળ બની શકે અને કેટલાક ઉલ્લંઘનના કિસ્સામાં સજાની જોગવાઈ થઈ શકે.
NP/J.Khunt/GP
(Release ID: 1518652)
Visitor Counter : 168