નાણા મંત્રાલય
મૂળભૂત ક્ષેત્રમાં ફાળવણીમાં 5.97 લાખ કરોડ રૂપિયા સુધીનો વધારો
પરિવહન ક્ષેત્રોને અત્યાર સુધી સૌથી વધુ ફાળવણી કરવામાં આવી
એરપોર્ટ ક્ષમતા વધારવા માટે એનએબીએચ નિર્માણ પહેલની ઘોષણા
10 મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોને વિકસિત કરવામાં આવશે
ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ માટે ફાળવણી બમણી કરી, સાઇબર ભૌતિક વ્યવસ્થાઓ પર અભિયાનનો શુભારંભ થશે
મૂળભૂત ટેલીકોમનાં માળખાનું નિર્માણ અને તેનાં સંવર્ધન માટે 10 હજાર કરોડ રૂપિયા
ઓનલાઇન નિરીક્ષણ વ્યવસ્થા ‘પ્રગતિ’એ 9.46 કરોડ રૂપિયાનાં મૂલ્યની ત્વરિત
મૂળભૂત યોજનાઓમાં સહાયતા પ્રદાન કરી
Posted On:
01 FEB 2018 4:32PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
સરકારે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનાં મુખ્ય પરિબળોની ઓળખ કરી વર્ષ 2018-19નાં સાધારણ બજેટમાં મૂળભૂત માળખાગત સુવિધાની ફાળવણીમાં મહત્ત્વપૂર્ણ વધારો કર્યો છે. આ ક્ષેત્ર માટે અંદાજપત્રીય અને વધારાનાં અંદાજપત્રીય ખર્ચાઓને 2017-18માં 4.94 લાખ કરોડથી વધારીને 2018-19માં 5.97 કરોડ રૂપિયા કરવામાં આવ્યાં છે. 2018-19માં પરિવહન ક્ષેત્ર માટે 1,34,572 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે, જ્યારે આપત્તિનો સામનો કરવા મૂળભૂત માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા રૂ. 60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ આશયની જાહેરાત કેન્દ્રિય નાણાં મંત્રીએ આજે સંસદમાં વર્ષ 2018-19 માટેનાં સાધારણ બજેટમાં કરી હતી.
શહેરી મૂળભૂત માળખાગત સુવિધાનાં ક્ષેત્રમાં સરકારે સંપૂર્ણ મૂળભૂત માળખા અને કૌશલ્ય વિકાસનાં માધ્યમથી 10 મુખ્ય પર્યટન સ્થળોનાં વિકાસની દરખાસ્ત રજૂ કરી છે. આ ઉપરાંત ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનાં 100 આદર્શ સ્મારકોનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે. નાણાં મંત્રી અરુણ જેટલીએ સરકારનાં સ્માર્ટ સિટી મિશન અને અમૃત યોજના અંતર્ગત થયેલા કાર્યોની પ્રશંસા કરતાં જાણકારી આપી હતી કે, સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 2.04 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે 99 શહેરોની પસંદગી કરવામાં આવી છે. 2350 કરોડ રૂપિયાનાં મૂલ્યની યોજનાઓ પૂરી થઈ ગઈ છે અને 20,852 કરોડ રૂપિયાની યોજનાઓ ચાલુ છે.
સાંસ્કૃતિક વારસા સમાન શહેરોનો પુનઃ વિકાસ કરવા માટે રાષ્ટ્રીય ધરોહર શહેર વિકાસ અને સંવર્ધન યોજનાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
અમૃત કાર્યક્રમ અંતર્ગત 500 શહેરો માટે 77,640 કરોડ રૂપિયાની રાજ્ય સ્તરીય યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. 19,428 કરોડ રૂપિયાનાં મૂલ્યની 494 યોજનાઓ માટે પાણી પુરવઠાનાં કોન્ટ્રાક્ટ અને 12,429 કરોડ રૂપિયાનાં ખર્ચે 272 યોજનાઓ માટે સુએજ કાર્યો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં છે. 482 શહેરોનું ક્રેડિટ રેટિંગ શરૂ થઈ ગયું છે અને 144 શહેરોને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ મળી ગયા છે.
નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, તેમનું મંત્રાલય શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ ઉપરાંત મૂળભૂત નાણાકીય યોજનાઓમાં મદદ કરવા માટે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડને મદદ કરશે.
રોડ ક્ષેત્રમાં તાજેતરમાં સ્વીકૃત ભારતમાલા યોજનાનો ઉદ્દેશ પ્રથમ તબક્કામાં 5,35,000 કરોડ રૂપિયાનાં ખર્ચે આશરે 35,000 કિમી રાજમાર્ગ વિકસિત કરવાનો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળનો વિશેષ ઉદ્દેશ વાહનો અને ટોલ, સંચાલન અને સ્થળાંતરણ તેમજ મૂળભૂત રોકાણ ભંડોળ જેવા નૂતન માળખાઓનાં ઉપયોગને પોતાની રોડ મિલકતોમાં સામેલ કરવા વિચાર કરવાનો રહેશે.
સરહદી ક્ષેત્રો પર સંપર્કમાં વૃદ્ધિ કરવા નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકાર સેલા પાસ અંતર્ગત સુરંગનું નિર્માણ કરાવશે. તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે, પર્યટન અને કટોકટીનાં સમયે ચિકિત્સાને પ્રોત્સાહન આપવા માટે સરકાર સી-પ્લેનમાં રોકાણને પ્રોત્સાહન આપવા જરૂરી મૂળભૂત માળખું તૈયાર કરશે.
બજેટ 2018-19માં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં એરપોર્ટ ક્ષમતા પાંચ ગણી વધારવા માટે એક વર્ષમાં એક અબજ પેસેન્જરની અવરજવરને નિયંત્રિત કરવા એક નવીન પહેલ નાભ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. ક્ષમતામાં આ વધારા માટે ભંડોળ ભારતીય એરપોર્ટ ઓથોરિટીની મજબૂત બેલેન્સ શીટ દ્વારા પૂરું પાડવામાં આવશે. સ્થાનિક હવાઈ મુસાફરોનાં પરિવહનમાં દર વર્ષે 18 ટકાનાં દરે વૃદ્ધિ થાય છે અને પ્રાદેશિક સંપર્ક યોજના ‘ઉડાન’નાં માધ્યમ થકી દેશભરમાં 56 એરપોર્ટ અને 31 હેલિપેડને જોડવામાં આવશે, જ્યાં હજુ સેવાઓ ઉપલબ્ધ નથી. 16 એરપોર્ટ પર કામગીરી અગાઉથી શરૂ થઈ ગઈ છે.
સાધારણ બજેટ 2018-19માં ડિજિટલ મૂળભૂત માળખાગત ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ માટે 3073 કરોડ રૂપિયાની બમણી ફાળવણી કરવાની જાહેરાત થઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે રોબોટિક્સ, કૃત્રિમ ગુપ્તચર, ડિજિટલ મૂળભૂત માળખું, વિસ્તૃત ડેટા વિશ્લેષણ અને સંચાર ક્ષેત્રમાં તાલીમ અને કૌશલ્ય માટે સંશોધન માટે ઉત્કૃષ્ટ કેન્દ્રોની સ્થાપનામાં સહાયતા માટે સાયબર ભૌતિક વ્યવસ્થાઓ પર એક અભિયાન શરૂ કરવામાં આવશે.
ટેલીકમ્યુનિકેશનનાં મૂળભૂત માળખાનાં નિર્માણ અને વિસ્તાર માટે બજેટ 2018-19માં 10 હજાર કરોડ રૂપિયા પ્રદાન કરવામાં આવ્યાં છે. સરકારે 5 કરોડ ગ્રામીણ નાગરિકો સુધી બ્રોડબેન્ડ સુવિધા પ્રદાન કરવા માટે 5 લાખ વાઈ-ફાઈ સ્થળોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નાણાં મંત્રીએ જાણકારી આપી હતી કે, ભારત નેટ યોજનાનાં પ્રથમ તબક્કામાં 20 કરોડ ગ્રામીણ ભારતીયોને બ્રોડબેન્ડ સુવિધાઓથી સમર્થ બનાવવામાં આવશે.
શ્રી જેટલીએ એવી જાહેરાત પણ કરી હતી કે, નીતિ આયોગ કૃત્રિમ ગુપ્તચર ક્ષેત્રમાં સીધા પ્રયાસો માટે એક રાષ્ટ્રીય કાર્યક્રમની પહેલ કરશે. નવી વિકસતી ટેકનોલોજીઓનો લાભ લેવા આઇઆઇટી ચેન્નાઈમાં એક સ્વદેશી 5જી ટેસ્ટ બેડની સ્થાપનામાં ટેલીકોમ વિભાગ મદદ કરશે.
NP/J.Khunt/GP
(Release ID: 1518640)
Visitor Counter : 210