નાણા મંત્રાલય

સંરક્ષણ ક્ષેત્રને અંદાજપત્રીય સહયોગની સરકારની પ્રાથમિકતા

બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર વિકસાવવામાં આવશે, સરકાર ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ સંરક્ષણ ઉત્પાદન નીતિ 2018 લાવશે

Posted On: 01 FEB 2018 3:52PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

        સંરક્ષણ ક્ષેત્ર માટે જરૂરી બજેટ સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથિકતા રહેશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર 2018-19 રજૂ કરતા જણાવ્યું કે પાછલા સાડા ત્રણ વર્ષમાં સંરક્ષણ દળોનાં આધુનિકીકરણ અને કાર્ય ક્ષમતાઓમાં વૃદ્ધિ પર સરકારનો ભાર રહ્યો છે. નાણાં મંત્રીએ દેશની સરહદો પર આવનારા પડકારોનો સામનો કરવા અને જમ્મૂ કાશ્મીર તથા પૂર્વોત્તર ભારતમાં આંતરિક સૂરક્ષાને જાળવી રાખવામાં સૈન્ય દળોની ભૂમિકાની પ્રસંશા કરી હતી.

        નાણાં મંત્રીએ જણાવ્યું કે દેશમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન માટે ઘણી પહેલો કરાઈ છે, જેથી સંરક્ષણની જરૂતિયાતની બાબતોમાં દેશ આત્મનિર્ભર બની શકે.

        શ્રી અરૂણ જેટલીએ કહ્યું કે સંરક્ષણ ઉત્પાદનનાં ક્ષેત્રમાં પ્રત્યેક વિદેશી રોકાણને ઉદાર બનાવવાની સાથે સાથે ખાનગી રોકાણ માટે દ્વાર ખોલી દેવાયા છે. સરકાર દેશમાં બે સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદન કોરિડોરનાં વિકાસ માટે પગલા લેશે. તેમણે કહ્યું કે સરકાર ઉદ્યોગોને અનુકૂળ ઔદ્યોગિક સંરક્ષણ ઉત્પાદન નીતિ 2018 લાવશે જેથી સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને મધ્યમ, લઘુ તથા સૂક્ષ્મ ઉદ્યોગો દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકાય.

 

NP/J.Khunt/GP                        



(Release ID: 1518619) Visitor Counter : 156


Read this release in: English