નાણા મંત્રાલય
વ્યવસાયમાં સરળતા માટે કસ્ટમ્સ એક્ટમાં પ્રસ્તાવિત સુધારા
Posted On:
01 FEB 2018 3:46PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
વિદેશ વ્યાપારમાં સરળતા લાવવાના લક્ષ્ય અંતર્ગત તથા વ્યાપાર સુવિધા સમજૂતિની કેટલીક જોગવાઈમાં એકરૂપતા લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય બજેટ 2018-19 રજૂ કરતા કસ્ટમ્સ એક્ટ(સીમા શુલ્ક) અધિનિયમ 1962માં કેટલાક સંશોધનોની જાહેરાત કરી છે.
શ્રી જેટલીએ કહ્યું કે, પરસ્પર વિવાદ સમાધાન પ્રક્રિયાને સરળ બનાવવા તથા વિવાદોની સંખ્યામાં ઘટાડો લાવવા આ સંશોધનોમાં નોટિસ આપતા પહેલા પરસ્પર વાતચીત, નિર્ણય માટે નિશ્ચિત સમયગાળા અને નક્કી સમય મુજબ કાર્ય નહીં કરવા પર વિવાદને સમાપ્ત સમજવામાં આવશે, એવી જોગવાઈનો સમાવેશ કરાયો છે.
NP/J.Khunt/GP
(Release ID: 1518615)
Visitor Counter : 161