નાણા મંત્રાલય

સરકાર સંસ્થાનોના નિર્માણ તથા સાર્વજનિક સેવાઓ પૂરી પાડવા માટે સુધાર પ્રક્રિયા ચાલુ રાખશે

દરેક ઉદ્યોગને એક અલગ ઓળખ પત્ર અપાશે

સાર્વજનિક ક્ષેત્રની ત્રણ વીમા કંપનીઓનું વિલીનીકરણ થશે

Posted On: 01 FEB 2018 3:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

પાછલા સાડા ત્રણ વર્ષો દરમિયાન સરકારે આખા દેશમાં સંસ્થાઓના નિર્માણ અને સાર્વજનિક સેવાઓને શ્રેષ્ઠ રીતે પૂરી પાડવા માટે ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સંસદમાં આજે સામાન્ય અંદાજપત્ર – 2018-19 રજૂ કરતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આધારે પ્રત્યેક ભારતીયને એક ઓળખ આપી છે. નાના હોય કે મોટા કોઈપણ ઉદ્યોગને પણ એક અલગ ઓળખની જરૂર છે. નાણાં મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે સરકાર એક એવી યોજના લાવશે, જે અંતર્ગત ભારતમાં દરેક ઉદ્યોગને એક અલગ ઓળખપત્ર આપવામાં આવશે.

ભારતીય ખાદ્ય નિગમની મૂડીની પુનઃસંરચના કરાશે, જેથી સમાનતાને પ્રોત્સાહિત કરી શકાય અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે લાંબા ગાળાની લોન વધારી શકાય. નાણાં મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા શરૂ કરાયેલા મેટ્રો ઉદ્યોગમાં ભારત સરકારના દ્વારા અપાતા યોગદાનમાં એકરૂપતા લવાશે.

સરકારે બે મોટી વીમા કંપનીઓ સહિત સાર્વજનિક ક્ષેત્રના 14 કેન્દ્રીય ઉદ્યોગોના સ્ટોક એક્સચેન્જને સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી દીધી છે. શ્રી જેટલીએ કહ્યું કે ઓએનજીસી દ્વારા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધિગ્રહણ કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી કરી દેવાઈ છે. સાર્વજનિક ક્ષેત્રની ત્રણ વીમા કંપનીઓ – નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને ઓરિએન્ટલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ – નું વિલિનીકરણ કરી એક વીમા કંપની બનાવાશે અને પછી તેને સૂચિબદ્ધ કરાશે.

નાણાં મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે સોનાની અસ્ક્યામતોનાં મૂલ્યમાં વૃદ્ધિ કરવા માટે સરકાર એક એકત્રિત સ્વર્ણ નીતિનું નિર્માણ કરશે. દેશમાં સ્વર્ણ વિનિમયને વ્યાપાર અને ઉપભોક્તાને અનુકૂળ બનાવવા માટે સરકાર એક પ્રણાલી વિકસિત કરશે. સ્વર્ણ મુદ્રીકરણ યોજનાને પુનર્જીવિત કરાશે, જેથી લોકો કોઈપણ મુશ્કેલી વગર સ્વર્ણ જમા યોજનામાં ખાતુ ખોલાવી શકે.

 

NP/J.Khunt/GP


(Release ID: 1518608) Visitor Counter : 191


Read this release in: English