નાણા મંત્રાલય
ફૂટવેર અને ચર્મ ઉદ્યોગોને પણ રોજગાર સર્જનમાં મદદ માટે આવકવેરા અધિનિયમની કલમ 80-જેજેએએ અંતર્ગત લાભ મળશે
प्रविष्टि तिथि:
01 FEB 2018 3:39PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ ફૂટવેર અને ચર્મ ઉદ્યોગને આવકવેરા અધિનિયમની કલમ 80-જેજેએએ અંતર્ગત લાભ આપવાનો પ્રસ્તાવ કર્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રીએ આજે સંસદમાં સામાન્ય બજેટ – 2018-19 રજૂ કરતા કહ્યું કે વર્તમાનમાં આવકવેરા અધિનિયમની કલમ 80-જેજેએએ અંતર્ગત વર્ષ દરમિયાન લઘુત્તમ 240 દિવસ સુધી રોજગાર મેળવનારા નવા કર્મચારીઓને મળનારા 100 ટકા વેતનમાંથી સામાન્ય કપાત ઉપરાંત 30 ટકા વધુ કપાતને મંજૂરી આપી છે. તેણે જણાવ્યું હતું કે, જો કે વસ્ત્ર ઉદ્યોગમાં લઘુત્તમ રોજગારનાં ગાળામાં 150 દિવસ સુધીની છૂટ છે. નાણાં મંત્રીએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે ફૂટવેર અને ચર્મ ઉદ્યોગને પણ લઘુત્તમ 150 દિવસોની છૂટ મળવાથી આ ક્ષેત્રમાં નવા રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે.
શ્રી જેટલીએ 30 ટકા કપાતને તાર્કિક બનાવવા માટે એવા નવા કર્મચારીઓને લાભ અપાવવા આ પ્રસ્તાવ કર્યો છે જે કર્મચારીઓને પહેલા વર્ષ દરમિયાન લઘુત્તમ અવધિથી ઓછી રોજગારી મળી છે પરંતુ આગામી વર્ષોમાં તેને લઘુત્તમ અવધિની રોજગારી પ્રાપ્ત થશે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1518602)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English