Ministry of Finance

સ્વચ્છતા પખવાડા અંતર્ગત કસ્ટમ્સ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું

Posted On: 31 JAN 2018 4:51PM by PIB Ahmedabad

અમદાવાદ, 31-01-2018

 

        કેન્દ્રીય નાણાં મંત્રાલયનાં આદેશાનુસાર અમદાવાદ કસ્ટમ્સ(સીમા શુલ્ક) કચેરી દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડા દરમિયાન 16-01-2018 થી 31-01-2018 સુધી સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

        સ્વચ્છતા પખવાડા અંતર્ગત કચેરીનાં કર્મચારીઓ દ્વારા ‘સ્વચ્છતા શપથ’ લેવામાં આવ્યા હતા. તથા કાર્યાલયની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છતા અને કચરાનાં વ્યવસ્થાપન અંગે જાગૃતિ માટે તજજ્ઞો સાથે કર્મચારીઓની ચર્ચા યોજવામાં આવી હતી.

        સ્વચ્છતા અંગે નવા વિચારોને આમંત્રિત કરવા કાર્યાલયનાં કર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા તમારા ઘરથીવિષય પર નિબંધ સ્પર્ધા, સ્વચ્છતા મારો સ્વભાવ” વિષય પર કાર્ટૂન સ્પર્ધા તથા “સ્વચ્છ ભારતમાં મારૂ યોગદાન વિષય પર સ્લોગન સ્પર્ધાનો સમાવેશ થાય છે.

        સ્વચ્છતા પખવાડા અંતર્ગત આશ્રમ રોડ સ્થિત ‘બહેરા-મૂંગાની શાળા સોસાયટી’ની પસંદગી કરી તેના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું તથા તેની સુંદરતા વધારવાના હેતુસર પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ ઉપરાંત કાર્યાલયમાં જૂના રેકોર્ડની અલગ તારવણી, નકામા રેકોર્ડનો નાશ તેમજ રેકોર્ડનાં ડિજીટાઈઝેશન માટે પગલાં લેવામાં આવ્યા હતા. ઘન કચરા વ્યવસ્થાપનનાં ભાગરૂપે સૂકા અને ભીના કરચા માટે કાર્યાલયમાં અલગ કચરા પેટીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા પરિસરમાં તમાકુ ચાવવા અને થુંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ કસ્ટમ કમિશનર, અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

 

 

NP/J.Khunt/GP                                                                                                                        



(Release ID: 1518433) Visitor Counter : 274