પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુરૂ રવિદાસજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
31 JAN 2018 1:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ રવિદાસ જયંતિનાં પ્રસંગે ગુરૂ રવિદાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ગુરૂ રવિદાસને તેમની જયંતિ પર વંદન કરું છું. ગુરૂ રવિદાસજી આપણી ભૂમિમાં જન્મેલા એક મહાન સંત હતાં. તેમણે એક સમાન, ન્યાયી અને કરૂણાશીલ સમાજનું નિર્માણ કરવા કાર્ય કર્યું હતું. તેમનાં વચનો શાશ્વત તથા સમાજનાં તમામ વર્ગોનાં લોકો માટે ઉપયોગી છે.
ગુરૂ રવિદાસજીએ આપણાં સમાજમાં કેટલાંક સકારાત્મક પરિવર્તનો કર્યાં હતાં. તેમણે જૂની રૂઢિચુસ્ત પરંપરાઓ સામે પ્રશ્ર ઉઠાવ્યો હતો તથા લોકોને સમયની સાથે પરિવર્તન કરવા પ્રેરિત કર્યા હતાં. આ જિજ્ઞાસાવૃત્તિ, પરંપરાઓ સામે પ્રશ્રો ઉઠાવવાનું સાહસ અને સમયની સાથે પરિવર્તન કરવા પર ભાર મૂકવાનું તેમનું કાર્ય તેમને મહાન સંતોની શ્રેણીમાં સ્થાન આપે છે.
ગુરૂ રવિદાસજી બંધુત્વ અને સંવાદિતાનાં મૂલ્યોમાં આસ્થા ધરાવતાં હતાં. તેઓ કોઈ પણ પ્રકારનાં ભેદભાવમાં માનતાં નહોતા. જ્યારે આપણે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં સિદ્ધાંત સાથે કામ કરીએ છીએ, ત્યારે આપણે ગુરૂ રવિદાસજીનાં દરેક મનુષ્યની, ખાસ કરીને ગરીબોની સેવા કરવા પર ભાર મૂકવાની વાતથી પ્રેરિત થઈએ છીએ.
આજે હું ગુરૂ રવિદાસજીનાં આ શબ્દો તમારી સાથે વહેંચી રહ્યો છું:
ऐसा चाहूँ राज मैं जहाँ मिलै सबन को अन्न।
छोट बड़ो सब सम बसै, रैदास रहै प्रसन्न।।
ગુરૂ રવિદાસજી દરેકને પર્યાપ્ત ભોજન મળતું હોય અને દરેક વ્યક્તિ સુખી અને સંતોષી હોય એવાં સમયનું સ્વપ્ન સેવતાં હતાં.”
(Release ID: 1518408)
Visitor Counter : 116