નાણા મંત્રાલય

મોંઘવારીને નિયંત્રણમાં લેવાનાં ઉપાયો

Posted On: 29 JAN 2018 5:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-01-2018

કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કર્યું હતું. આ સર્વે મુજબ, મોંઘવારીને નિયંત્રિત કરવી કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે. સરકારે આ માટે ઘણાં પગલા ઉઠાવ્યાં છે, જે નીચે મુજબ છે:

- સંગ્રહખોરી અને કાળા બજારી સામે કાર્યવાહી કરવા જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો, 1955 અને ઓછો પુરવઠો ધરાવતી વસ્તુઓની કાળા બજારીનું નિવારણ કરવા તથા આવશ્યક વસ્તુ અનુરૂપ કાયદો, 1980ને અસરકારક રીતે લાગુ કરવા માટે જરૂરિયાતનાં સમયે રાજ્ય સરકારોને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે.

- કિંમત અને ઉપલબ્ધતાની સ્થિતિનું આકલન કરવા માટે નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં સચિવોની સમિતિ, આંતર મંત્રાલય સમિતિ, કિંમત સ્થિરીકરણ ભંડોળ વ્યવસ્થાપન સમિતિ અને અન્ય વિભાગીય સ્તર પર ચર્ચા થાય છે.

- ઉત્પાદનને વધારવા માટે ખાદ્ય પદાર્થોનાં મહત્તમ ટેકાનાં ભાવ (એમએસપી)ની જાહેરાત કરવામાં આવી. તેનો ઉદ્દેશ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા વધારવાનો છે, જેથી કિંમતોને ઓછી રાખવામાં મદદ મળશે.

- દાળ, ડુંગળી વગેરે કૃષિલક્ષી ચીજવસ્તુઓની કિંમતોમાં વધઘટને નિયંત્રિત કરવા માટે કિંમત સ્થિરીકરણ ભંડોળ (પીએસએફ) યોજના લાગુ કરવામાં આવી છે.

- છૂટક કિંમતોમાં વધારો અટકાવવાનાં પ્રયાસો અંતર્ગત સરકારે દાળોનાં સુરક્ષિત ભંડાર (બફર સ્ટોક)ને 1.5 લાખ મીલિયન ટનથી વધારીને 20 લાખ મીલિયન ટન કરવાની વિનંતી કરવામાં આવી છે. આ ક્રમમાં 20 લાખ ટન સુધી દાળોનો સુરક્ષિત ભંડાર તૈયાર કરવામાં આવ્યો છે.

- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની જાહેર વિતરણ વ્યવસ્થાનાં માધ્યમથી વહેંચણી કરવા, મધ્યાહ્ન ભોજન યોજના વગેરે માટે સુરક્ષિત ભંડોળમાંથી દાળો આપવામાં આવે છે. આ ઉપરાંત સેના અને કેન્દ્રિય અર્ધસૈનિક દળોની દાળની જરૂરિયાત પૂરી કરવા માટે સુરક્ષિત ભંડારમાંથી દાળોનો ઉપયોગ કરવામાં આવે છે.

- સરકારે એપ્રિલ, 2018 સુધી ખાંડનાં સ્ટોકિસ્ટો/ડિલરો પર સ્ટોક હોલ્ડિંગની મર્યાદ નક્કી કરી.

- સરકારે ઉપલબ્ધતા વધારવા અને યોગ્ય કિંમતો જાળવવા ખાંડની નિકાસ પર 20 ટકા વેરો લગાવ્યો.

- શૂન્ય સીમા જકાત પર 5 લાખ ટન કાચી ખાંડની આયાતની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ 25 ટકા જકાત પર 3 લાખ ટન વધારાની આયાતની મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.

- ક્રેડિટ પત્ર તમામ પ્રકારની ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવશે, જે 31 ડિસેમ્બર, 2017 સુધી 850 ડોલર પ્રતિ મીલિયન ટન લઘુતમ નિકાસ મૂલ્ય (એમઇપી) સાથે સંલગ્ન થશે.

- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ડુંગળીનો સંગ્રહ કરવાની મર્યાદા નક્કી કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યોને પોતાની ડુંગળીની જરૂરિયાતની માહિતી આપવા વિનંતી કરવામાં આવી, જેથી ઉપલબ્ધતા વધારવા અને કિંમતો ઘટાડવા માટે જરૂરી આયાતની દિશામાં પગલાં ઉઠાવી શકાય.

 

J.Khunt/GP                                                                                                                                                      


(Release ID: 1518217) Visitor Counter : 328


Read this release in: English