નાણા મંત્રાલય

એપ્રિલ સપ્ટેમ્બર 2017-18 દરમિયાન સેવા નિકાસ અને સેવા આયાતના વિકાસમાં અનુક્રમે 16.2 ટકા અને 17.4 ટકાનો વધારો

Posted On: 29 JAN 2018 5:49PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-01-2018

વર્ષ 2016માં ભારતે વિશ્વમાં 3.4 ટકાની ભાગીદારી સાથે વાણિજ્યિક સેવાઓમાં સૌથી વધુ નિકાસ કરતા આઠમાં દેશ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી દ્વારા આજે સંસદમાં રજુ કરવામાં આવેલી આર્થિક સમીક્ષા 2017-18માં જણાવ્યા અનુસાર તે વિશ્વમાં 1.7 ટકા સાથે ભારતના વ્યાપારી માલસામાનના કુલ ભાગ કરતા બમણો છે. વર્ષ 2016-17માં ભારતનાં સેવા ક્ષેત્રએ 5.7 ટકાનો નિકાસ દર નોંધાવ્યો છે. એપ્રિલ સપ્ટેમ્બર 2017-18 દરમિયાન, સેવા નિકાસ અને સેવા આયાતનાં વિકાસમાં અનુક્રમે 16.2 ટકા અને 17.4 ટકાની મજબૂતી જોવા મળી હતી. સમયગાળા દરમિયાન નેટ સર્વિસીસ રીસીપ્ટમાં 14.6 ટકાનો વધારો નોંધાયો હતો. વર્ષ 2017-18ના એચ-1માં ધિરાણ કરાયેલ સેવાઓમાં નેટ સરપ્લસ ભારતનાં વ્યવસાયિક ખાધના આશરે 49 ટકા છે.

સેવાઓનાં નિકાસમાં વધારો કરવા અંગે સમીક્ષામાં જણાવ્યું છે કે સરકારે વિદેશ વ્યાપાર નીતિ 2015-2020ની મધ્યકાલીન સમીક્ષામાં ભારત સ્કીમ (એસઈઆઈએસ)માંથી સેવાઓના નિકાસ અંતર્ગત પ્રોત્સાહનોમાં 2 ટકાનો વધારો કર્યો છે, જેના પગલે વધારાના વાર્ષિક પ્રોત્સાહક 1140 કરોડ કે, જે હોટલ અને રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, શૈક્ષણિક સેવાઓ વગેરે સહીતની સેવાઓની નિકાસમાં મદદ કરી શકે છે. જોકે વર્ષ 2018માં વસ્તુ અને સેવાઓની વૈશ્વિક વ્યાપારની માત્રામાં વધારો થવાનું અનુમાન છે, તેમ છતાં વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા, સંરક્ષણવાદ અને કઠોર પ્રવાસન નિયમો ભારતના સેવા નિકાસને ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

J.Khunt/GP                                                                                                                                                      


(Release ID: 1518207) Visitor Counter : 234


Read this release in: English