નાણા મંત્રાલય
ભારતને જ્ઞાન પ્રદાતાના રૂપમાં વિકસિત થવાની જરૂર છે : આર્થિક સર્વેક્ષણ
Posted On:
29 JAN 2018 5:40PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29-01-2018
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી દ્વારા સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કરતા આ બાબત પર ભાર અપાયો હતો.
એક તરફ વૈજ્ઞાનિક શોધ અ જ્ઞાનના વિસ્તાર થઈ રહ્યો છે અને બીજી તરફ ભારતના યુવા એન્જીનીયરીગ, ચિકિત્સા, વ્યવસ્થાપક તેમજ સરકારી નોકરીઓને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. ભારતને વૈજ્ઞાનિક ઉદ્યમના ક્ષેત્રમાં ઉત્સાહને પ્રોત્સાહિત કરવા તેમજ લક્ષ્યને પુર્નનિર્ધારિત કરવાની જરૂર છે જેથી વધુમાં વધુ યુવા વૈજ્ઞાનિક ઉદ્યમ પ્રત્યે આકર્ષિત થઈ શકે. આનાથી જ્ઞાન ભંડારનો આધાર મજબૂત થઈ શકે. વિજ્ઞાનમાં રોકાણ, ભારતની સુરક્ષા વ્યવસ્થાની મૂળભૂત જરૂરીયાત છે. નાગરિકોની સુરક્ષા માટે, જળવાયુ પરિવર્તન થી થનારી અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે તથા નવા જોખમો જેવા કે સાયબર યુદ્ધ, ડ્રોન જેવી સ્વાયત્તન સૈન્ય પ્રણાલી થી રાષ્ટ્રીય સુરક્ષા જાળી રાખવાના પડકારો માટે પણ વિજ્ઞાનમાં રોકાણની જરૂરિયાત છે.
J.Khunt/GP
(Release ID: 1518202)
Visitor Counter : 190