નાણા મંત્રાલય

જળવાયુ પરિવર્તન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સતત વિકાસના લક્ષ્યોમાં પરિલક્ષિત થાય છે : આર્થિક સર્વેક્ષણ

Posted On: 29 JAN 2018 5:35PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-01-2018

કેન્દ્રીય નાણા તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કરતા જણાવ્યું કે સતત વિકાસ, ઉર્જા અને જળવાયુ પરિવર્તન પ્રખંડ, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરે છે. સતત વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલામાં આ બાબત સ્પષ્ટ જણાઈ આવે છે. પેરિસ ઘોષણા પત્રમાં ઉત્સર્જન સ્તરને 2030 સુધીમાં 2005ના સ્તરનાં 33-35 ટકા કરવાનો લક્ષ્યાંક રખાયો છે. સમાનતા અને સહભાગી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખને ભારતમાં જળવાયુ પરિવર્તનના જોખમોની જવાબી કાર્યવાહી પ્રણાલીને સશક્ત બનાવવામાં આવી છે.

સતત વિકાસના સંદર્ભમાં સર્વેક્ષણ જણાવે છે કે ભારતની શહેરી જનસંખ્યા 2031 સુધીમાં 600 મિલિયન થઈ જશે. શહેરી સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકા બોન્ડ, સાર્વજનિક ખાનગી સમજૂતી તથા ક્રેડિટ જોખમ ગેરંટી જેવી નાણાકીય વ્યવસ્થાઓના માધ્યમથી સંસાધન નિર્માણ કરે છે. સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ માટે આધાર છે – સતત, આધુનિક અને સસ્તી ઉર્જા. 30 નવેમ્બર, 2017 સુધી કુલ ઉર્જા ક્ષમતામાં નવીકરણીય ઉર્જાનો ભાગ 18 ટકા હતો અને એ ગત 10 વર્ષોમાં ત્રણ ગણો વધ્યો છે.

જળવાયુ પરિવર્તન પ્રત્યે પ્રતિબદ્ધતાના સંદર્ભમાં સર્વેક્ષણે 8 વૈશ્વિક પ્રૌદ્યોગિકી દેખરેખ સમૂહોની રચનાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી જળવાયુ પરિવર્તન કાર્ય યોજના જે 2014માં શરૂ થઈ હતી, તેને 2017-18 થી 2019-20 સુધી લંબાવાઈ છે. આના માટે 132.4 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. રાષ્ટ્રીય અનુકૂલન ફંડને પણ 31 માર્ચ, 2020 સુધી લંબાવાયું છે. આના માટે 364 કરોડ રૂપિયાની રકમ નક્કી કરાઈ છે.

 

J.Khunt/GP                                                                                                                                                      


(Release ID: 1518200) Visitor Counter : 331


Read this release in: English